વડદોરા : ઓચિંતી મુલાકાત માટે જાણીતા સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ દ્વારા પણ આજ રોજ વડોદરા શહેરનું કારેલીબાગ રાત્રીબજાર પ્રતિદિન ગ્રાહકોથી ધમધમે છે. પરંતુ પાણી અને લાઈટ માટે વલખા મારતા આ રાત્રી બજારની સુવિધા અંગે સ્ટેન્ડિંગ ચેરમેનએ સ્થળ વિઝીટ કરી નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા ઘણા મહિનાઓથી રાત્રી બજારના નળમાં પાણી આવતું નથી તેમજ લાઇટની સુવિધા નહીં હોવાથી વેપારીઓને જનરેટર ઉપિયોગ કરી લાઈટો ચાલુ રાખવી પડે છે. વેપારીઓ દ્વારા પાણીની લાઈનો બારોબાર ખેચી લેવામાં આવી છે.
પરંતુ આ દુવિધા હજુ સુધી તંત્રની નજરે ચડી નથી. સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે સ્થળ વિઝીટ કરી સફાઈ ,સીસીટીવી, શૌચાલય સહીતનું નિરીક્ષણ કરી રાત્રી બજારની યોગ્યતા જાળવવા નિરીક્ષણ કર્યું હતું. પરંતુ ત્યારબાદ પણ પાણીની દુવિધા નજરે ચડી નથી.બીજી તરફ સ્થાયી અધ્યક્ષ પ્રતાપ નગર બ્રિજના સમારકામનું નિરીક્ષણ કરવા સ્ટેન્ડિંગ ચેરમેન આજે સ્થળ પર દોડી ગયા હતા તો બીજી તરફ ગોકળગતીએ ચાલતી કામગીરીના કારણે પૂર્વ વિપક્ષી નેતાએ નારાજગી દર્શાવી ટ્રાફિકનું ભારણ ઘટાડવા નવા બ્રિજની માંગણી કરી છે.
કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો.હિતેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષ ૧૯૯૦ દરમિયાન પ્રતાપનગર બ્રિજ લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો . થોડા સમય અગાઉ બ્રિજ જર્જરીત થયાની માહિતી જાણવા મળતા નિરીક્ષણ કરી પ્રાથમિક ધોરણે જરૂરી પેરાફીટનું ૯૦ લાખના ખર્ચે સમારકામ હાથ ધર્યું હતું . કયા પ્રકારે કામગીરી ચાલી રહી છે . તે અંગેનું નિરીક્ષણ કરી રહ્યા છે . તેમજ વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તેઓ પ્રયાસ છે .
તો બીજી તરફ સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંતભાઈ શ્રી વાસ્તવે જણાવ્યું હતુંકે , વર્ષોજુના બ્રિજમાં હવે ટ્રાફિકનું ભારણ વધતાં પ્રતિદિન અકસ્માતની ઘટના જોવા મળે છે . જેથી બ્રિજની પહોળાઈ વધારવી જોઈએ અથવા નવો બ્રિજ બનાવવો જોઈએ . દક્ષિણ વિસ્તારમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વસવાટ કરે છે . શહેરના અન્ય તમામ બ્રિજ ઉપર બંને તરફ વીજ પોલ છે . જ્યારે પ્રતાપ નગર બ્રિજ ઉપર માત્ર એક તરફ વીજપોલ હોવાથી રાત્રે પ્રકાશ ઓછો મળે છે હાલ રીટેનીંગ વોલની કામગીરી ગોકળગતીએ ચાલી રહી છે.
આમ વડોદરા મહાનગર પાલિકાના સ્થ્યાયી ચેરમેન દ્વારા ઓચિંતી મુલાકાત માટે જાણીતા છે તેમેને અત્યાર સુધી કેટલીક ઓચિંતી મુલાકાત લીધી છે પાલિકાની કચેરી હોય કે શહેરના સુવેઝ પમ્પીંગ સ્ટેશન હોય દરેક જગ્યા પર સ્થાયી ચેરમેન દ્વારા મુલાકાત લેવામાં આવે છે જયારે આજ રોજ પણ સ્થાયી ચેરમેન દ્વારા રાત્રી બજાર અને પ્રતાપનગર બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં સ્થળ પર પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થું અને સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે સોંનો સાથ સોંનો વિકાસ ભાજપના સુત્રને સાકાર કર્યું હતું. અને વડોદરા શહેરી જનોને એક મિસાઈલ પૂરી પડી હતી કે એકબીજા સહયોગથી કામગીરી કરવામાં આવી રહી છે.