Vadodara

પૂર પહેલા પાળ બાંધવા તંત્ર સજ્જ

વડોદરા: વડોદરા શહેર જીલ્લામાં અગામી ૧૫ જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવાથી તંત્ર સફાળું જાગ્યું છે. હાલ આજવા સરોવર તથા વિશ્વામિત્રી નદીની સપાટી જોખમી ન હોવાને કારણે તંત્રે રાહતનો શ્વાસ અનુભવે છે. પરંતુ અગામી ચાર દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તૈયારીઓના પગલા લેવા લાગ્યા છે. જેને લઈને વડોદરા વાસીઓ પર પુરના સંકટથી રાહત મળી શકે. હાલ ઉપરવાસના ભારે વરસાદના કારણે તંત્ર તે દિશામાં બચાવ કાર્ય સહિતના પગલા ભરી રહ્યું છે.

શહેર-જીલ્લામાં ગુરુવાર રાતથી જ ચોમાસાનો માહોલ જામ્યો છે અને મેઘરાજાની પધરામણી થઇ રહી છે. જેના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે જેને લીધી શહેરીજનોમાં ખુશીની લાગણી વ્યાપી છે. ગઈકાલે એકધારો વરસાદને પગલે એક ઇંચ વરસાદ વડોદરા શહેરમાં ખાબકતા વડોદરા શહેરીજનોનું જનજીવન થંભી ગયું હતું અને નીચાણવાળા વિસ્તારમાં પાણી પાણી થઇ ગયા હતા. આગામી સમયમાં હવામાનની આગાહી મુજબ તા. ૧૫ જુલાઈ સુધી વરસાદ પડવાનો હોવાથી તંત્રને એલર્ટ રાખવાની સુચના આપવામાં આવી છે.

જયારે બોડેલી બચાવ કામગીરી માટે વડોદરા ફાયર સ્ટેશન, દરજીપુરા ઇઆરસી ફાયર સ્ટેશન, જી.આઈ.ડી.સી. સ્ટેશનથી ટીમો રવાના કરવામાં આવી છે. જયારે વરસાદ કારણે કાલાઘોડા સર્કલ તેમજ અમિત નગર સર્કલ નજીક વધુ બે વૃક્ષો ધરાશાયી થયા છે. આ અંગે ફાયર ચીફ ઓફિસર પાર્થ ભ્રમભટ્ટે જણાવ્યું હતું કે ૧ જુન ગૌથી વડોદરા તંત્ર દ્વારા પ્રિ મોન્સુનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છોટાઉદેપુર તરફ રેસ્ક્યુ માટે બે ટીમો રવાના કરવામાં આવી છે. વડોદરા શહેર માટે ૬૦ ટીમો તૈનાત રાખવામાં આવી છે. જેથી આપત્તિ સમયે પહોચી વળીએ. તદુપરાંત વીતેલા ૨૪ કલાક દરમિયાન વધુ બાર વૃક્ષો ધારહી થવાના બનવા સામે આવ્યા હતા જેથી તંત્ર પણ એકદમ સતર્ક છે કોઇપણ કામગીરીને પહોચી વળવા માટે સતર્ક છે.

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા 60 ટીમ તૈનાત
વડોદરા જિલ્લામાં આગામી 15 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોય તંત્ર સાબદુ બન્યું છે. હાલ આજવા સરોવર તથા વિશ્વામિત્રી નદીની સપાટી જોખમી નહી હોવાથી તંત્રમાં રાહત છે. પરંતુ આગામી ચાર દિવસની વરસાદની આગાહીને ધ્યાન લઇ જરૂરી તૈયારીઓ આટોપી લેવાઇ છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને તંત્ર તે દિશામાં બચાવ કાર્ય સહિતના પગલાં ભરી રહ્યું છે.

ગુરુવારની રાત્રિથી વડોદરામાં ચોમાસાનો મોહાલ જામ્યો છે અને મેઘરાજાની પધરામણી થઇ રહી છે. જેના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ છે. ગઈકાલે એકધારા સતત એક ઇંચ વરસાદના પગલે જનજીવન થંભી ગયું હતું અને નીચાણવાળા અનેક વિસ્તારો પાણી .. પાણી થઇ ગયા હતાં. હવામાન વિભાગની આગાહી મુજબ તા.૧૫ સુધી વરસાદ પડવાનો હોવાથી તંત્ર એલર્ટ રાખવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે બોડેલી બચાવ કામગીરી માટે વડોદરા ફાયર સ્ટેશન, દરજીપુરા ERC ફાયર સ્ટેશન, જી.આઈ.ડી. સી ફાયર સ્ટેશનથી ટિમો રવાના કરવામાં આવી છે. જ્યારે વરસાદના કારણે કાલાઘોડા સર્કલ તેમજ અમિત નગર સર્કલ નજીક વધુ બે વૃક્ષો ધરાશાયી થયા છે.

Most Popular

To Top