Sports

વય તો માત્ર આંકડો: 94 વર્ષિય ભગવાની દેવી ડાગરે વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સમાં ગોલ્ડ સહિત 3 મેડલ જીત્યા

નવી દિલ્હી: ભારતની (India) 94 વર્ષિય એથ્લેટ ભગવાની દેવી ડાગરે ફિનલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં ભારત વતી એક ગોલ્ડ (Gold) અને બે બ્રોન્ઝ (Bronze) મેડલ જીત્યા હતા. આ વયોવૃદ્ધ મહિલાએ 100 મીટર સ્પ્રીન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફિનલેન્ડના ટામ્પરેમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં ભગાવાની દેવીએ આ સિદ્ધિ મેળવીને અનેરું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.

ભગવાની દેવીએ 100 મીટર સ્પ્રીન્ટ ઇવેન્ટમાં માત્ર 24.74 સેકન્ડનો સમય લઇને ગોલ્ડ જીત્યો હતો. માત્ર એટલા માટે લખવું પડે છે કે તેમની વય 94 વર્ષની છે અને આ ઉંમરે ઘણાં લોકો સરખી રીતે ચાલી નથી શકતાં તેવામાં તેમણે દોડીને આ અંતર પુરૂ કર્યું હતું. આ ઉપરાંત તેમણે શોટ પુટ અર્થાત ગોળા ફેંકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રમત ગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રાલયે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ભગવાની દેવીનો મેડલ સાથેનો ફોટો શેર કરીને સાથે જ કેપ્શનમાં લખ્યું હતું કે ભારતની 94 વર્ષિય ભગવાની દેવીએ ફરી એકવાર બતાવી દીધું છે કે વય તો માત્ર આંકડો છે.

વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની શરૂઆત 1975માં થઈ હતી. આ ચેમ્પિયનશિપમાં 35 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓ ભાગ લઈ શકશે. શરૂઆતમાં ફક્ત 5 વય જૂથનો સમાવેશ થતો હતો, પરંતુ હવે રમતગમતની ઇવેન્ટ 12 વય જૂથમાં યોજવામાં આવે છે. પ્રથમ વય જૂથ 35 વર્ષથી વધુ વય જૂથ છે. 40 વર્ષથી ઉપરનો બીજો, 45 વર્ષથી ઉપરનો ત્રીજો, 50 વર્ષથી ઉપરનો ચોથો, 55 વર્ષથી ઉપરનો પાંચમો, 60 વર્ષથી ઉપરનો છઠ્ઠો, 65 વર્ષથી ઉપરનો છઠ્ઠો, 65 વર્ષથી ઉપરનો સાતમો, 70 વર્ષથી ઉપરનો આઠમો, 75 વર્ષથી ઉપરનો નવમો, 80 વર્ષથી ઉપરનો દસમો, 80 વર્ષથી ઉપરનો અગિયારમો છે. 85 વર્ષ અને બારમું 90 વર્ષથી ઉપર છે.

આ ચેમ્પિયનશિપમાં અનેક એથ્લેટિક્સ સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં 100m, 200m, 400m, 800m, 1500m, 500m, શોટ હડલ (80, 100, અને 110m), લાંબી અડચણો 200, 300 અને 400mમાં દોડવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટીપલ ચેઝ, 4×100 મીટર રીલે, 4×400 મીટર રીલે, 5000 મીટર વોક રેસ, ઉંચી કૂદ, ​​પોલ વોલ્ટ, ટ્રીપલ જમ્પ, શોટ પુટ, ડિસ્કસ થ્રો, જેવેલીન, હેમર થ્રો, હેપ્ટાથલોન, હાફ મેરેથોન, 10 મીટર રોડ વોક, 20 મીટર રોડ વોક. અને ક્રોસ કન્ટ્રી રેસ.

Most Popular

To Top