જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે લગભગ 5.30 વાગ્યે આભ ફાટ્યું હતું. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 17 લોકોના મોતની પુષ્ટી કરાવામાં આવી છે. આ દુર્ઘટનામાં રાજસ્થાનના 2 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. આ ઘટનામાં 65થી વધુ લોકો ઈર્જાગ્રસ્ત થયા છે જ્યારે 40થી વધારે લોકો ગુમ થયા છે. સાથે જ ઘટનામાં ગુમ થયેલા લોકોનું હાલમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાના નેતૃત્વમાં NDRF, SDRF અને ITBPની ટીમો મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.
IAFનું કહેવું છે કે, ભારતીય વાયુસેનાએ અમરનાથ ગુફા સ્થળ પર બચાવ કામગીરી માટે શ્રીનગરથી 2-2 ALH ધ્રુવ અને Mi-17 V5 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. AN-32 અને Ilyushin-76 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ વધુ જરૂરિયાતો માટે ચંદીગઢ ખાતે સ્ટેન્ડબાય મોડ પર છે. અમરનાથ ગુફા પાસે બનેલી આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી વ્યથિત છું. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. તેની સાથે જ તેમણે કહ્યું હતું કે, આ ઘટના પર જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથએ ફોન પર વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો છે. અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. હાલમાં બચાવ કાર્ય ચાલુ છે.
PM નરેન્દ્ર મોદીની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ અને અન્ય ઘણા નેતાએ સાથે લોકોએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. આ ઘટના બાદ શ્રદ્ધાળુઓના સ્વજનો પણ પરેશાન જોવા મળી રહ્યા છે. દરેક જગ્યાએ ભક્તોની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. દેશભરમાં લોકો શ્રદ્ધાળુઓના સુરક્ષિત પરત ફરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અહેવાલ અનુસાર, શુક્રવારે લગભગ 10થી 15 હજાર લોકો યાત્રામાં સામેલ થયા હતા અને મોડી સાંજે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું હતું.
અમરનાથ યાત્રા દરમિયાન અગાઉ પણ કુદરતી આફતની ઘટનાઓ પણ સામે આવી છે. સૌથી પહેલો મોટો અકસ્માત વર્ષ 1969માં થયો હતો. જુલાઈ 1969માં પણ અમરનાથ યાત્રાના રૂટ પર આભ ફાટવાની ઘટના બની હતી. ત્યારે આ અકસ્માતમાં 100 જેટલા શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને અમરનાથ યાત્રાના ઈતિહાસમાં પહેલી મોટી ઘટના પણ માનવામાં આવે છે.
કેદારનાથના પ્રલયનો કડવો ઘૂંટ હજુ કેટલાકના મનમાં ઘર કરી ગયો છે પરંતુ વડાપ્રધાન ત્યાં પોઝિટીવ ઉર્જા ઉભી કરવા માંગે છે. ૨૦૧૩ના પ્રલયે કેદારનાથના યાત્રાળુઓને ફંગોળી દીઘા હતા. લોકો આખોે દિવસ પોતાના સ્વજનોને મળી આવવાની રાહ જોઇને બેસી રહેતા હતા. અંતે તેમનેા મૃતદેહ શોઘવા નીકળતા હતા. અનેકના મૃતદેહો કેદારનાથમાં સમાઇ ગયા હતા.
ગુજરાતમાં તાજેતરમાંજ જેની પૂર્ણાહૂતી થઇ તે નર્મદાની મિની પરિક્રમામાં દોઢ લાખ લોકો ઉમટયા હતા. રાજપીપળા નજીક માત્ર ચૈત્ર મહિનામાં ચાલતી આ ઉત્તરકોશિ પરિક્રમાને સરકારી પ્રચાર પ્રસાર વગર કે પરિક્રમાના મુખ સુધી પહોંચવાની કોઇ સરકારી સવલતો ના હોવા છતાં લોકો વહેલી સવારથીજ ૪૨ ડિગ્રી ગરમીમાં પરિક્રમામાં જોડાઇ જતા હતા. મૂળ નર્મદાની મોટી પરિક્રમા જેટલુંજ પુણ્ય મિની પરિક્રમામાં મળતું હોવાની ઘાર્મિક માન્યતાના કારણે લાખો લોકો ઉમટયા હતા.
ઘાર્મિક સ્થળો અને ઘાર્મિક યાત્રાઓમાં ગુજરાતીઓની હાજરી સૂચક હોય છે. ચારઘામ યાત્રા, અમરનાથ યાત્રા, વૈશ્નોદેવી, ગંગા સ્નાન જેવા દુરના સ્થળોએ ગુજરાતી પરિવારો અને યાત્રા સંઘો જોવા મળે છે. દરેક એક વર્ષ અગાઉથી પ્લાનીંગ કરતા હોય છે. ગુજરાતીઓ હોય ત્યાં ચા- પાણી અને નાસ્તા-ભોજનની વ્યવસ્થા પણ ઉભી કરી દેવાય છે.કેદારનાથ યાત્રા પરના સ્ટોલ્સવાળા પણ ગુજરાતીમાં બોલતા અને સમજતા થઇ ગયા છે જે બતાવે છે કે યાત્રાળુઓમાં ગુજરાતીઓની સંખ્યા વધી રહી છે.
ટૂંકમાં ગુજરાતીઓમાં શ્રધ્ધા છલકતી જોવા મળે છે. ભીડભાડનો કે ત્રાસવાદી હુમલાનો ડર તેમને યાત્રા કરતાં અટકાવી શક્યો નથી. અત્રે મહત્વની વાત એ છે કે હિન્દુઓ નાં મોટા ભાગ નાં તીર્થ સ્થળ કુદરતી વાતાવરણમાં પહાડો ઉપર આવેલા છે. અહીં મર્યાદિત સંખ્યામાં યાત્રાળુ આવતા હતા ત્યાં સુધી બધું બરાબર હતું પરંતુ જે રીતે યાત્રાળુ વધી રહ્યા છે તે પ્રકૃતિ ની વિરુદ્ધ માં છે. આ જ કારણસર કુદરત પણ નારાજ થાય છે. અને આવી આપતી આવતી રહે છે.