ઉત્તરાખંડ: ઉત્તરાખંડ(Uttarakhand)ના નૈનીતાલ(Nainital)માં એક ગંભીર અકસ્માત(Accident) સર્જાયો હતો. નૈનીતાલના રામનગરમાં એક કાર(Car) ઘેલા નદીના ધસમસતા પ્રવાહમાં વહી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર 10માંથી 9 લોકોનાં મોત(Death) થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર માટે રામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતકોની ઓળખ કરી હતી. આ તમામ લોકો પંજાબના પટિયાલાના રહેવાસી હોવાનું કહેવાય છે.
એક મહિલાને બચાવી લેવાઈ
પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના સવારે 5 વાગ્યા બની હતી. સ્થાનિક લોકોએ વહીવટીતંત્ર સાથે સજ્જતા બતાવીને એક મહિલાને સુરક્ષિત બચાવી લીધી છે. અકસ્માતમાં કોર્બેટ કોલોની, રામનગરમાં રહેતી આશિયા, કવિતા, શકીના, સપના, માહી, હિના, પવન અને કારનો ચાલક કારમાં ફસાઈ ગયો હતો, જેઓ પંજાબના પટિયાલાના રહેવાસી હતા. નાઝિયા નામની છોકરી ઘાયલ છે, તેને સારવાર માટે રામનગર મોકલવામાં આવી છે. ઘાયલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તે હજુ પણ આઘાતમાં છે. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. પ્રાથમિક માહિતી અનુસાર, પ્રવાસીઓ પટિયાલા પંજાબના રહેવાસી હોવાનું કહેવાય છે, જેઓ ધેલાના રિસોર્ટમાં આવ્યા હતા અને સવારે પરત ફરી રહ્યા હતા.
કાર પુરપાટ ઝડપે આવતા સર્જાયો અકસ્માત
એસડીએમ ગૌરવ ચટવાલે જણાવ્યું કે આ દુર્ઘટનામાં 3 પુરુષ અને 6 મહિલાઓના મોત થયા છે. ત્રણેય શખ્સો પંજાબના પટિયાલાના હતા. બે મહિલાઓ રામનગરની રહેવાસી હતી. બાકીની બાબતો તપાસ બાદ જ બહાર આવશે. કારની સ્પીડ વધુ હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તમામ મૃતદેહને બહાર કાઢી લીધા હતા.
અમે તેઓને બહુ રોક્યા પણ અમારું નહિ સાંભળ્યું અને જીવ ગુમાવ્યો: પ્રત્યક્ષદર્શી
ઘટનાને નજરે જોનાર વ્યક્તિ બ્રહ્મપાલએ જણાવ્યું હતું કે ભારે વરસાદ બાદ ધેલા નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતા પ્રવાસીઓએ જીવના જોખમે નદી પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કારમાં બેઠેલા પ્રવાસીઓને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો. પણ એ લોકોએ અમારું સાંભળ્યું નહિ અને અધવચ્ચે ગયા બાદ નદીના જોરદાર પ્રવાહમાં કાર ધોવાઈ ગઈ હતી. જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા.