World

બ્રિટન: નવા PM ન બને ત્યાં સુધી જોન્સન પદ પર રહેશે, ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ ચર્ચામાં

નવી દિલ્હી: બ્રિટન(Britain)ના વડાપ્રધાન(PM) બોરિસ જોન્સને વડાપ્રધાન પદેથી રાજીનામું(Resign) આપી દીધું છે. બોરિસ જોન્સને સેક્સ સ્કેન્ડલ(sex scandal)માં વડાપ્રધાનની ખુરશી ગુમાવી દીધી હતી હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનના રાજીનામા બાદ હવે નવા વડાપ્રધાનની શોધ શરૂ થઈ ગઈ છે. શાસક કન્ઝર્વેટિવ પાર્ટી ટૂંક સમયમાં નવા નેતાની જાહેરાત કરી શકે છે, જે બ્રિટનના આગામી વડા પ્રધાન બનશે. 2016માં જ્યારે ડેવિડ કેમરૂને રાજીનામુ આપ્યું હતું, ત્યારે થેરેસા મેને ત્રણ સપ્તાહમાં ગૃહના નેતા ચૂંટી લેવામાં આવ્યા ગતા. 2019માં બોરિસ જોનસનને નેતા ચૂંટી લેવામાં આવ્યા હતા, પરંતુ તેમણે બે મહિના બાદ પદ સંભાળ્યું હતું. હવે જોવું એ રહ્યું કે બ્રિટનના નવા વડાપ્રધાન પદ માટેની પ્રક્રિયા કેટલી લાંબી ચાલશે.

આ પહેલા બોરિસ જ્હોન્સને પોતે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ તેમના પદ પર રહેશે. તેમણે વચન આપ્યું હતું કે તેઓ પાર્ટીમાંથી ચૂંટાયેલા નવા નેતાને સંપૂર્ણ સમર્થન આપશે. જો કે, નેતા તરીકે ચૂંટાયા બાદ પણ નવા વડાપ્રધાનને પોતાની પાર્ટીના સાંસદોનો વિશ્વાસ જીતવાનો પડકાર રહેશે. આવી સ્થિતિમાં બ્રિટનના નવા વડાપ્રધાન માટે સંભવિત દાવેદારોની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. આ યાદીમાં કેટલાક મંત્રીઓ અને સાંસદો સહિત કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા નેતાઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન પદ માટે ભારતીય મૂળના ઋષિ સુનક અને પાકિસ્તાની મૂળના સાજિદ જાવિદ વચ્ચે સૌથી અઘરી હરીફાઈ છે.

41 નેતાનાં બળવા બાદ પદ છોડ્યું
બોરિસ જ્હોન્સન વિરુદ્ધ તેમની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીમાં બળવો થયો હતો. અત્યાર સુધીમાં 41 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. ત્યારથી તેમના પર રાજીનામું આપવાનું દબાણ વધી ગયું હતું. વિપક્ષી લેબર પાર્ટી પણ તેમના રાજીનામાની માંગ કરી રહી હતી. બોરિસ જ્હોન્સનની ખુરશી પરની કટોકટી નાણાપ્રધાન ઋષિ સુનકના રાજીનામાથી શરૂ થઈ હતી. તેમણે 5 જુલાઈએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેના થોડા સમય બાદ સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે પણ રાજીનામું આપી દીધું હતું. અત્યાર સુધીમાં ચાર કેબિનેટ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આમાં ઋષિ સુનક અને સાજિદ જાવિદ સિવાય સિમોન હાર્ટ અને બ્રાન્ડન લુઈસે પણ રાજીનામું આપ્યું છે.

આ રીતે ખુરશી ખતરામાં મુકાઈ
બોરિસ જ્હોન્સનની ખુરશી પરની કટોકટી નાણાપ્રધાન ઋષિ સુનકના રાજીનામાથી શરૂ થઈ હતી. તેમણે 5 જુલાઈએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેના થોડા સમય બાદ સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે પણ રાજીનામું આપી દીધું હતું. અત્યાર સુધીમાં ચાર કેબિનેટ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આમાં ઋષિ સુનક અને સાજિદ જાવિદ સિવાય સિમોન હાર્ટ અને બ્રાન્ડન લુઈસે પણ રાજીનામું આપ્યું છે. બોરિસ જ્હોન્સન સામે બળવો ક્રિસ પિન્ચરની નિમણૂકને લઈને થયો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્હોન્સને ક્રિસ પિન્ચરને કન્ઝર્વેટિવ પાર્ટીના ડેપ્યુટી ચીફ વ્હીપ તરીકે નિયુક્ત કર્યા હતા. 30 જૂનના રોજ એક બ્રિટિશ અખબારના અહેવાલમાં દાવો કર્યો હતો કે ક્રિસ પિન્ચરે લંડનના ક્લબમાં બે યુવકોનાં ખોટી રીતે અડપલા કર્યા હતા. પિન્ચર પર ભૂતકાળમાં જાતીય ગેરવર્તણૂકનો આરોપ લાગ્યો છે.

Most Popular

To Top