SURAT

કાપોદ્રાની 15 વર્ષની છોકરીને ઈન્સ્ટા ફ્રેન્ડ લગ્નની લાલચ આપી ભગાડી ગયો અને..

સુરત (Surat): કાપોદ્રામાં (Kapodra) રહેતી સગીરાની સાથે માત્ર 20 દિવસ જ ઇન્સ્ટાગ્રામમાં (Instagram) વાત કરીને તેણીને લગ્નની (Marriage) લાલચ આપી બળાત્કાર (Rape) કરનાર યુવકને કાપોદ્રા પોલીસે પકડી (Arrest) પાડ્યો હતો. પકડાયેલો આરોપી અગાઉ અમદાવાદમાં (Ahmedabad) હથિયારના (Arm Act) ગુનામાં તેમજ અઠવા પોલીસમાં ઠગાઇના (Cheating) ગુનામાં પકડાઇ ચૂક્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

  • લગ્નની લાલચ આપી દોઢ મહિના સુધી યુવકે 15 વર્ષીય છોકરી સાથે બળાત્કાર ગુજાર્યો
  • ભાવનગર સહિત વિવિધ વિસ્તારોની હોટલોમાં લઈ જઈ રેપ કર્યો
  • ગોડાદરાના જતીન માણીયાની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ
  • જતીન ઓનલાઇન ડોક્યુમેન્ટ બનાવવાનું કામકાજ કરે છે
  • પકડાયેલો જતીન માણીયા અઠવા પોલીસમાં ઠગાઇના ગુનામાં જ્યારે અમદાવાદમાં હથિયારની સાથે પકડાયો હતો

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 15મી મે-2022ના રોજ કાપોદ્રા વિસ્તારમાં રહેતી 15 વર્ષિય સગીરાનું અપહરણ કરીને કોઇ યુવક લઇ ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આશરે દોઢ મહિનાના સમયગાળા બાદ આ સગીરા જાતે જ ઘરે આવી ગઇ હતી, ત્યારે સગીરાએ પોતાના પરિવારને કહ્યું કે, ગોડાદરાની વિકાસ નગર સોસાયટીમાં રહેતો જતીન અંબાભાઇ માણીયા તેણીને ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્કમાં આવ્યો હતો. 20 દિવસ સુધી વાત કરીને જતીને સગીરાને લગ્નની લાલચ આપીને ભાગી જવા માટે કહ્યું હતું. આ જતીન સગીરાને ભાવનગર સહિતના વિસ્તારોમાં અને હોટેલોમાં લઇ જઇને બળાત્કાર ગુજારી તરછોડી દીધો હતો.

બનાવ અંગે પોલીસે જતીનની સામે પોક્સો એક્ટ સહિતનો ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન કાપોદ્રા પોલીસને જતીનના મોબાઇલનું લોકેશન મળતા પોલીસે તેને પકડી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે જતીન ઓનલાઇન ડોક્યુમેન્ટ બનાવવાનું કામકાજ કરે છે. જતીનની સામે અગાઉ અઠવા પોલીસમાં ઠગાઇના ગુનામાં પણ પકડાઇ ચૂક્યો છે. આ ઉપરાંત જતીન અમદાવાદમાં હથિયારની સાથે પણ પકડાઇ ચૂક્યો છે. હાલ તો પોલીસે જતીનની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.

નોંધનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી સુરતના વરાછા, ડિંડોલી સહિતના વિસ્તારોમાં નાની વયની છોકરીઓના ભાગી જવાના કિસ્સા ચિંતાજનક હદે વધ્યા છે. તાજેતરમાં આ મામલે થયેલા એક સેમિનારમાં સમાજના આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી હતી અને બાળકોને યોગ્ય સંસ્કાર આપવા બાબતે નક્કર કાર્ય કરવાનું નક્કી થયું હતું.

Most Popular

To Top