Vadodara

કાચવાલા બ્રધર્સમાં બોઇલર ફાટતા 1નું મોત

વડોદરા: શહેરની છેવાડે આવેલ નંદેસરી કંપનીની આગ હજુ અંકબધ છે ત્યા તો હવે વડોદરાના સરદાર એસ્ટટમાં કાચવાલા બ્રધર્સ કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયું હતું. તેમાં માલિકનું મોત નીપજ્યું હતું. બે કી.મી સુધી પ્રચંડ ધડાકાના આવાજ સાથે કંપનીનું બોઇલર ફાટતા કંપનીમાં મશીનો ચાલુ કરીને ખુરશી ઉપર બેઠેલા કાચવાલા બંધુઓ પૈકી વચલા ભાઈ દિલાવર કાચવાલાને માથામાં કાચ વાગતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ટીનાબહેન કહાર સહિત બે કર્મચારીઓને સામાન્ય ઇજા પહોંચી હતી.

વડોદરા શહેરની સરદાર એસ્ટેટમાં આવેલ આ કંપનીમાં પાવડર કોટીંગનું કામ કરવામાં આવે છે. કંપની આજવા રોડ બહાર કોલોનીમાં રહેતા ત્રણ ભાઇ શબ્બીરભાઇ કાચવાલા, દિલાવરભાઇ કાચવાલા અને નાસીરભાઇ કાચવાલા ચલાવે છે. કંપનીમાં બે મહિલાઓ હંસાબહેન નાડીયા, ટીનાબહેન કહાર સહિત ત્રણ વ્યક્તિઓ કામ કરે છે. આજે સવારે ત્રણે ભાઇઓ કંપનીમાં રોજના સમયે આવી ગયા હતા. તે સાથે કર્મચારીઓ પણ કામ ઉપર આવી ગયા હતા. તે સમયે કંપનીનું બોઈલર બ્લાસ્ટ થતા દિલાવર ભાઈને માથામાં વાગતા તેમનું મોત નીપજ્યું હતું.

સરદાર એસ્ટેટની કંપનીમાં મશીનરી ચાલુ થયા બાદ બ્લાસ્ટ થતા આ ઘટનામાં મૃત્યુ પામેલા દિલાવરભાઇ કાચવાલા ખુરશી ઉપર બેસી રહ્યા હતા. જ્યારે તેમના મોટાભાઇ શબ્બીરભાઇ કાચવાલા, નાના ભાઇ નાસીરભાઇ કાચવાલા તેમજ કંપનીમાં કામ કરતા હંસાબહેન નાડીયા, ટીનાબહેન કહાર (રહે. ઉકાજીનું વાડીયુ, વાઘોડિયા રોડ) તેમજ અન્ય એક કર્મચારી કંપની બહાર આવીને ઉભા હતા. તે દરમિયાન કમ્પનીમાં પ્રચંડ ધડાકા સાથે બોઇલર ફાટતા આગનો ભડકો થયો હતો. પરિણામે ઘટનામાં બે મોટા અને નાના ભાઇનો આબાદ બચાવ થયો હતો.

પરંતુ, દરવાજા પાસે ઉભેલા ટીનાબેન કહાર સહિત બે વ્યક્તિને આગની ઝાળ લાગતા નાની મોટી ઈજાઓથી સામાન્ય દાઝી ગયા હતા. આ ઘટનાની જાણવા ફયાર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ તેમની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાય હતા. મોટી ઘટના ન બને તે માટે લાશ્કરોએ કંપની સ્થિત ત્રણ ગેસ સીલીન્ડરો બ્લાસ્ટ થાય તે પહેલા સલામત સ્થળે ખસેડી લેતા મોટી દુર્ઘટના બનતી ટળી ગઈ હતી.

Most Popular

To Top