વડોદરા: વડોદરા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ઓછો હતો કે હવે રખડતા શ્વાનનો પણ ત્રાસ હવે વધતો જઈ રહ્યો છે. આમ વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલ વૈકુંઠ ફ્લેટના ટેનામેન્ટમાં રાત્રે ઘરમાં ઉંઘતી માત્ર ચાર મહિના અને 3 દિવસની બાળકી પર કૂતરાએ હિંસક હુમલો કર્યો હતો. જેમાં કૂતરાએ ઘરમાં જઈને બાળકીનું માથું ફાડી નાખ્યું હતું અને તેનું લોહી કુતરો ચાટતો હતો ત્યારે માની નજર પડતા જેમને ભારે જહેમત બાદ તે પોતાની વ્હાલસોયી બાળકીને બચાવી લીધી હતી. બાળકીની પરિસ્થિતિ હાલ ગંભીર હાલત જણાતા શહેરની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
શહેરનું પાલિકા તંત્ર શહેરીજનોની સમસ્યાનું નિવારણ કરવા માટે સાવ નિષ્ફળ નીવડી છે. અને શહેરીજનોને દરોરોજ કોઈને કોઈ નવી સમસ્યાનો સમાનો કરવો પડે છે. હજુ તો રખડતા ઢોરનો ત્રાસ ચાલુ જ છે ત્યારે તો શહેરના નગરજનોને હવે રખડતા શ્વાનનો ત્રાસના ડરનો સામનો સતાવી રહ્યો છે. આમ શહેરમાં પાલિકા તંત્ર સાવ નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે. પારાવાર નાગરિકોને સુવિધાઓ હોય કે રખડતા ઢોરનો ત્રાસ અને હવે શ્વાનનો આતંક તમામ બાબતોને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વડોદરા શહેર અને જિલ્લામાં શેરી કૂતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. વડોદરા નજીક આવેલા સુંદરપુરા ગામમાં ગત મે મહિનામાં ઘરની પાછળ સાત વર્ષની બાળકી રમી રહી હતી. દરમિયાન ધસી આવેલા કૂતરાએ તેના ઉપર હુમલો કર્યો હતો અને બાળકીના હાથના અંગુઠાને કાપી ખાધો હતો. કૂતરાએ અંગુઠો કાપી ખાતા પરિવાર તુરંત જ બાળકીને સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. જ્યાં તેની તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી. સાથે ગત મે મહિનામાં વડોદરાના હરણી વિસ્તારમાં સવાદ ક્વાર્ટરમાં પાંચ લોકોને કૂતરા કરડ્યા હતા. વડોદરા શહેર જિલ્લામાં શેરી કૂતરાઓ લોકો માટે જોખમરૂપ બની રહ્યા છે.
માતા પાણી ભરવા ગઇ અને કુતરાંએ ઘોડિયામાં સૂઇ રહેલી બાળકીને રહેસી નાંખી
મારી બાળકી ઘરમાં ઘોડિયામાં સૂતી હતી મારી બાળકીની ઉંમર માત્ર 4 મહિના અને 3 દિવસની છે. મારી પત્ની મારી દીકરી જાન્વીને ઘરમાં ઘોડિયામાં સૂવડાવી અને સાંજે 6 વાગ્યે ઘરની બાજુમાં નળમાં પીવાનું પાણી ભરવા માટે ગઇ હતી. આ દરમિયાન ઘરની જાળી ખુલ્લી રહી ગઇ હતી. જેથી રખડતું કૂતરું ઘરમાં આવી ગયું હતું. માતાએ પરત ફરતા કૂતરું બાળકીને બેરહેમી પૂર્વક માથામાં ઇજાઓ પોહચાડી લોહી ચાતું હતું. માતાની ભારે જહેમત બાદ બળકીને જ પોતાના હાથમાં લઈ લીધી. બાળકીની ગંભીર હાલાતમાં જોતા તેની માતાએ શહેરની ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ ગયા હતા . જ્યાં બાળકીને માથાના ભાગે 15 થી વધુ ટાંકા આવ્યા છે.
– અશિષભાઈ, બાળકીના પિતા