National

‘નુપુર શર્માનું માથું કાપીને લાવનારને હું…’ અજમેરની દરગાહનાં ખાદિમનો વિવાદિત વિડીયો વાયરલ

અજમેર: ઉદયપુર(Udaipur)માં દરજી કનૈયાલાલ અને મહારાષ્ટ્ર(Maharashtra)માં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા(Murder)ની ઘટના શાંત નથી થઇ હત્યા તો વધુ એક વિવાદ(Controversy) ઉભો થઇ ગયો છે. અજમેર(Ajmer) શહેરનો એક વિવાદાસ્પદ વિડીયો(Video) વાયરલ(Viral) થશે. જેમાં નુપુર શર્મા(Nupur Sharma) વિશે ટીપ્પણી કરતો એક શખ્સ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલો શખ્સ સલમાન ચિશ્તી(Salman Chishti) છે. જે અજમેરની દરગાહ(Dargah)નો ખાદિમ(Khadim) છે. આ વીડિયોમાં ખાદિમ સલમાન ચિશ્તી ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા માટે ઝેર ઓકતા જોવા મળી રહ્યા છે.

  • ખાદિમ સલમાન ચિશ્તીનો વીડિયો વાયરલ થયો
  • સલમાન ચિશ્તી હિસ્ટ્રીશીટર, નોંધાયા છે અનેક કેસો
  • વિડીયોમાં નુપુર શર્માને માઈર નાખવાની ધમકી

સલમાન ચિશ્તી દરગાહ પોલીસ સ્ટેશનનો એક હિસ્ટરી-શીટર પણ છે, જે નુપુર શર્માનું શિરચ્છેદ કરનારાઓને પોતાનું ઘર આપવાની વાત કરતા જોવા મળે છે. તાજેતરનો મામલો અજમેરનો છે. ખાદિમ સલમાન ચિશ્તીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કન્હૈયાલાલની હત્યા પહેલા ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલના હત્યારા રિયાઝ મોહમ્મદ અને ગૌસ મોહમ્મદે તૈયાર કરેલા વીડિયો જેવો જ છે.

વિડીયોમાં નુપુર શર્માને મારી નાખવાની ધમકી
લગભગ બે મિનિટ અને પચાસ સેકન્ડના આ વિડિયોમાં સલમાન ચિશ્તી ખુલ્લેઆમ નૂપુર શર્માને તેની ધાર્મિક લાગણીઓને મામલે મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. વીડિયોમાં સલમાન ચિશ્તી કહી રહ્યો છે કે, ”સમય પહેલા જેવો નથી રહ્યો, નહિ તો તે બોલતે નહિ, મને જન્મ અપાનારી માંની કસમ તેણે હું ખુલ્લેઆમ ગોળી મારી દેત, મને મારા બાળકોની કસમ છે હું તેને ગોળી મારી મારી દેત અને આજે પણ છાતી ઠોકીને કહું છું, જે કોઈ નુપુર શર્માની ગરદન લાવશે, હું તેને મારું ઘર આપી દઈશ અને રસ્તામાં નીકળી જઈશ, આ વચન આપે છે સલમાન.’

શું છે નુપુર શર્મા વિવાદ
બીજેપી નેતા નુપુર શર્મા (Nupur Sharma) એ ટીવી ડિબેટ દરમિયાન પ્રોફેટ મુહમ્મદ (Prophet Muhammad Controversy) પર કથિત રીતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારબાદ દેશમાં હિંસાના અનેક બનાવો બન્યા હતા. આ મામલામાં વિવાદ વધ્યા બાદ બીજેપી હાઈકમાન્ડે નુપુર શર્માને પાર્ટી માંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે ત્યારબાદ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્મા દ્વારા મહોમ્મ્દ પયગંબર વિશે કરેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી. નુપુરની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેની ટિપ્પણીએ દેશભરના લોકોની લાગણીઓને ભડકાવી છે. આજે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે તેઓ જ જવાબદાર છે. કોર્ટે કહ્યું કે અમે ડિબેટ જોઈ છે, તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ત્યારબાદ તેઓએ જે કહ્યું તે વધુ શરમજનક છે. નુપુર શર્મા અને તેની હળવી ભાષાએ આખા દેશમાં આગ લગાવી દીધી છે. ઉદયપુરમાં બનેલી કમનસીબ ઘટના માટે તેઓ જવાબદાર છે.

Most Popular

To Top