હમણાં છેલ્લા વર્ષોથી નવા ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં હેડ લાઈટમાં LED લાઈટનો ઉપયોગ થતો થયો છે. આ LED લાઈટમાં પણ અપર – ડીપર (હાઈ બીમ – લો બીમ) વ્યવસ્થા હોય છે, પણ આપણા વાહન ચાલકો તે બાબતની દરકાર લેતા જ નથી. શહેરી વિસ્તારોમાં પણ હાઈ બીમ (અપર) લાઈટ ચાલુ રાખે છે. તેથી શહેરી વિસ્તારના રસ્તાઓ પર સામેથી આવતા વાહન ચાલકને સામેની LED લાઈટ હોવાને કારણે તેની આગળનું દૃશ્ય રાત્રી દરમિયાન દેખાતું બંધ થઈ જાય છે અને આમ થવાથી અકસ્માતના રસ્તાઓ ખુલી જાય છે!
હાઈ બીમ (અપર) લાઈટનો ઉપયોગ વાહન પૂર ઝડપે દોડાવી શકાય તેવા માર્ગોના માટે આપેલ સુવિધા છે પણ આપણા મોટા ભાગના વાહન ચાલકો આ બાબતે બેદરકારી દાખવે છે. સામે આવતા વાહન અને વાહન ચાલક માટે જીવલેણ અકસ્માતની વ્યવસ્થા કરી દે છે. જેથી LED લાઈટના વાહન ચાલકને ખબર જ પડતી નથી. વળી, દિવસ દરમિયાન પણ વાહનોની લાઈટ ચાલું જ રહે તેવી વ્યવસ્થા પણ ભારતીય વાતાવરણ જોતા હાંસીને પાત્ર છે, ત્યારે સરકારની દિવસ દરમિયાન પણ ચાલુ રહેતી વાહનોની લાઈટોની વ્યવસ્થા રદ કરે અને LEDની અપર (હાઈ બીમ) લાઈટ માટે ફેર વિચારણા કરી આ સમસ્યાનો ટેકનીકલ નિરાકરણ કરે તે જાગૃત વાહન ચાલકોની માંગ છે.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.