ઇરાનથી પોતાના જરશોસ્થી ધર્મની રક્ષા માટે પારસીઓ ભારતમાં આવ્યા અને સંજાણ બંદરે ઉતર્યા હતા. આમ ભારત દેશે પારસીઓને પનાહ આપી હતી આથી આજે પણ પારસીઓ ભારતનો ઉપકાર હોવાનું સમજે છે. પારસીઓ જયાં જયાં વસ્યા છે ત્યાં વફાદારીપૂર્વક નેકદીલ ઇન્સાન તરીકે જીવી રહ્યા છે અને ઉપકારનો બદલો પરોપકારથી વાળી રહ્યા છે. લગભગ દરેક ક્ષેત્રમાં પારસીઓનું મહત્વનું યોગદાન છે. છતાં કદી હક્ક અધિકારોની માંગણી નથી કરી તેજ તેઓની સજ્જનતા માણસાઇ છે. લગભગ કોઇ પારસી અનીતિ કે બેનંબરી ધંધામાં સામેલ નથી. ભલાઇના કામો કરે છે. બુરાઇથી દૂર રહ્યા છે. આ લખનારને પારસી સજ્જન, નાટયકાર, પદ્મશ્રી યઝદી કરંજિયાજી કહે છે પારસીઓ પરોપકારિતાને વરેલા છે, દેશદાઝ, રાષ્ટ્રપ્રેમના હિમાયતી રહ્યાછે. પારસીઓની વસ્તી ઘટતી જાય છે અને માઇક્રો માયનોરીટીમાં છે છતાં કદી વટાળ પ્રવૃત્તિને સ્થાન નથી. રાજય અને કેન્દ્ર સરકારે પણ પારસીઓને વિશેષાધિકાર આપવો જોઇએ.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.