Charchapatra

કુટુંબીજનો સેવા કરે ને માતૃભક્તિ વડાપ્રધાનને નામે ચડે!

આપણા વડાપ્રધાનની માતૃભકિત તથા માતૃપૂજન મિડીયા દ્વારા અવરનવર દેશવાસીઓને ખબર પડે છે. માતૃદેવો ભવ: પિતૃદેવો જાવ: એ આપણી સંસ્કૃતિ છે. પરંતુ તેઓના ઘણા વર્ષ પહેલા પોતાના પરિવાર અને અરે પત્નિને પણ છોડીને આધ્યાત્મને માર્ગ વળી ગયા અને પછી દેશ સેવામાં જોડાયા. પરંતુ આટલા વર્ષોમાં એમના માતા માંદા પડયા હશે, ત્યારે એમના પરિવારના બાકીના સભ્યો જ માતાની પડખે રહ્યા હશે. માતાની 100 વર્ષની ઉંમરમાં નાની – મોટી માંદગી આવી હશે. આજે એમની ઉંમર 100 વર્ષ તો એમના પુત્રો તથા પુત્રવધુઓની ઉંમર પણ 70 – 75 વર્ષની આસપાસ હશે. તેઓને પણ વયની લીધે શારીરિક તકલીફો હશે. વળી જે ભાઇ સાથે રહેતા હોય ત્યાં માતાને લીધે અવરજવર પણ રહેતી હશે. એટલે એ બધા વ્યવહારો પણ સાચવવાના ટૂંટમાં જે સતત સાથે રહેતું હોય તેને ભાગે સહન કરવાનું ઘણું આવતું હોય છે પછી એ મને કે કમને પણ હોય શકે. ટૂંકમાં પડદા પાછળનો વ્યકિતઓની ભકિત કે સેવાને નજર અંદાજ નહીં કરવા જોઇએ. આ તો મારું મંતવ્ય છે.
સુરત     – પલ્લવી ત્રિવેદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top