National

અગ્નિપથ યોજનાનો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આવતા અઠવાડિયે થશે સુનાવણી

નવી દિલ્હી: સેનામાં (Army) ભરતીની નવી સ્કીમ ‘અગ્નિપથ’નો (Agneepath) વિવાદ (Controversy) હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ ‘અગ્નિપથ સ્કીમ’ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી (Hearing) કરવા સંમત થઈ છે. તેની સુનાવણી આવતા સપ્તાહે થશે.

  • અગ્નિપથ યોજનાને પડકારતી અરજી સોમવારે સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવી હતી
  • અરજીકર્તાએ 70 હજાર યુવકોનું ભવિષ્ય જોખમમાં હોવાની દલીલ કરી
  • સુપ્રીમ કોર્ટ અગ્નિપથ યોજના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ

સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારની નવી યોજના પર હંગામો થયા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ અગ્નિપથ યોજના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. સુપ્રીમ કોર્ટ આગામી સપ્તાહથી આ મામલે સુનાવણી કરશે. જણાવી દઈએ કે યુવકોએ અગ્નિપથ યોજનાને લઈને બિહાર, યુપી, હરિયાણા સહિત અન્ય ઘણા રાજ્યોમાં હંગામો મચાવ્યો હતો. ઘણી ટ્રેનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આ મામલામાં રાજ્ય સરકારો વતી બદમાશો વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. અગ્નિપથ યોજનાને પડકારતી અરજી સોમવારે સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવી હતી. અરજદારોના વકીલે કહ્યું કે અગ્નિપથ યોજનામાં ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમના વતી કહેવામાં આવ્યું હતું કે ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર છે, ખાસ કરીને યુવાનો એરફોર્સની તૈયારી કરી રહ્યા છે. વકીલે કહ્યું કે 2017 થી 70 હજારથી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે. તાલીમ બાદ વિદ્યાર્થીઓને ખાતરી આપવામાં આવી હતી કે નિમણૂક પત્ર માટે સંમતિ આપવામાં આવશે પરંતુ હવે આ યોજના લાવવામાં આવી છે. અગ્નિપથ યોજના વિરુદ્ધ અરજદારોના વકીલની દલીલો સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટની બેન્ચ સુનાવણી કરવા સંમત થઈ. બેન્ચ દ્વારા આગામી સપ્તાહે સુનાવણી માટે અરજીની યાદી આપવાનું કહેવામાં આવ્યું હતું.

શું છે અગ્નિપથ યોજના?
અગ્નિવીર યોજના હેઠળ ભરતી કરાયેલા વ્યક્તિઓને સમયે સમયે મેડિકલ ચેક-અપ્સમાંથી પસાર થવું પડશે અને આદેશ જારી થાય તે મુજબ શારીરિક/લેખિત/ફિલ્ડ કસોટીઓ આપવી પડશે. તેમણે આ સેવા દરમ્યાન જે દેખાવ કર્યો હોય તેના આધારે તેમની રેગ્યુલર કેડરમાં ભરતી કરવા માટે વિચારણા કરવામાં આવશે. અગ્નિવીરોના ચોક્કસ બેચમાંથી ૨૫ ટકા કરતા વધુને રેગ્યુલર કેડરમાં લેવામાં આવશે નહીં. આ ભરતીમાં 8મું ધોરણ પાસ કરનાર પણ અપ્લાઈ કરી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરવાળા અભિયાર્થી તેમનાં માતા-પિતાની મંજૂરીથી અગ્નિપથ સ્કીમ માટે અરજી કરી શકશે. આ ઉપરાંત 21 વર્ષ સુઘીના યુવાઓને ફિઝિકલ ફિટનેસ અને શૈક્ષણિક યોગ્યતાના આઘારે ભરતી કરવામાં આવશે. આ નિમણૂક 4 વર્ષ માટે હશે તેઓની સમયમર્યાદા પૂર્ણ થયા પછી તેઓને ભારતીય વાયુસેના તેમજ અગ્નિવીરોનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્રનો ઉલ્લેખ યુવાઓ પોતાના રિઝ્યુમમાં પણ કરી શકશે. ભરતી માટે અપ્લાઈ કરનારનું સેના કે અન્ય નોકરીમાં સિલેકશન સરકારી નિયમો મુજબ જ થશે. આ ઉપરાંત મેડિકલ ટ્રેડમેનને બાદ કરતા ભારતીય વાયુસેનામાં નિયમિત કેડરમાં એરમેન તરીકે ઉમેદવારી માત્ર તે જ ઉમેદવારો માટે ઉપલબ્ધ રહેશે જેમણે અગ્નિવીરની કામગીરી તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હશે. આ ઉપરાંત એરફોર્સે સ્પષ્ટતા કરી છે કે અગ્નિવીર દરેક સૈન્ય સન્માન અને પુરસ્કારના હકદાર રહેશે. તેઓને વર્ષમાં એક મહિનાની રજા એટલેકે 30 દિવસની રજાઓ મળશે. આ સાથે તેઓને 48 લાખનો ઈન્શ્યોરન્સ મળશે, જો યુવા દેશમાટે સર્વોચ્ચ બલિદાન આપશે તો તેને 48 લાખની સાથે સાથે સરકાર તરફથી એક્સ-ગ્રેશિયા 44 લાખની સહાયતા રકમ પણ મળશે. સેવા નિધિ પેકેજ તરીકે 11 લાખ અને વધેલી નોકરીની આખી સેલરી પરિવારને મળશે આમ કુલ મળીને પરિવારને 1 કરોડ મળશે. 

Most Popular

To Top