Vadodara

હલ્કી કક્ષાના રોડનું પ્રથમ વરસાદમાં જ ધોવાણ

વડોદરા : અષાઢ મહિનાના પ્રારંભમાં જ હજુ ૨ ઇંચ વરસાદ પડ્યો તેમાં તો પાલિકાના સત્તાધીશોની કામગીરીની પોલ ખુલ્લી પડી હોય તેમ વડોદરા શહેરના રાજમાર્ગો પર જ્યાં જુવો ત્યાં પાણી ભરાય જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે પડેલા બે ઇંચ વરસાદમાં તો વડોદરા શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. આમ પાલિકા દ્વારા મોટી મોટી બાંગ પોકારે છે કે અમે પ્રિ મોન્સુનની કામગીરી કરી છે પરંતુ જો પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી હોય તો વડોદરા શહેરમાં પાણી ક્યાંથી ભરાય તે એક પ્રશ્ન ઉદભવે છે. પરંતુ પાલિકા સત્તાધીશો દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી તેનો આ એક ઉત્તમ નમુનો છે.

પાલિકાના સત્તાધીશો દ્વારા મોટી મોટી બાગો પોકારે છે કે અમે પ્રિ મોન્સુનની કામગીરી કરી જો કામગીરી કરી હોય તો વડોદરા શહેરીજનોને હાલકીનો સમાનો કરવાનો વારો આવ્યો ના હોત પરંતુ આ જાડી ચામડીના પાલિકાના સત્તાધીશોને કોઇપણ ફરક પડતો નથી. શહેરીજનોને ભલે હલકી પડે તેમ લાગી રહ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે વડોદરા શહેરને સ્માર્ટ બનાવવા માટે ખર્ચી રહ્યા છે પરંતુ તેનું વળતર જોવા મળી રહ્યું છે કેં પાલિકાના સત્તાધીશો આ લાખો રૂપિયાનો ખર્ચો ક્યાં કર્યો હશે તે કેમેરામાં જોવા મળી રહ્યો છે.

જો આપને વાત કરીએ તો વડોદરા – જીલ્લામાંથી કેટલાક લોકો વડોદરાના સાસંદને પોતાની સમસ્યા જણાવવા આવતા હોય છે તેવી જીલ્લા પંચાયત ઓફીસની બહાર જ પાણી ભરાયલું જોવા મળી રહ્યું છે. જો સાંસદની ઓફીસની બહારજ પાણી ભરાયેલું હોય તો વડોદરા શહેરીજનોની વાત તો કોઈ અલગ જ હોય કારણકે જે ગેટથી સાંસદ થી ઓફિસમાં જવાનું હોય છે તે જવાના ગેટ પર જ પાણી ભરેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

જયારે બીજી બાજુ વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ૨૫ દિવસથી વધુ સમય થઈ ગયો પણ આ જાડી ચામડીના સત્તાધીશોને કોઇપણ ફરક નહી પડતો કારણ કે ત્યાં હજી સુધી પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી. જાણે ત્યાં તો કોઈ પણ ચુટાયેલા કોર્પોરેટરને તેમના વિસ્તાના રહીશોને કોઈ જ ફરક નથી પડતો તેવું વિસ્તરના રહીશોનું કહેવું છે. હજુ તો એ ભૂવો પુરાયો નથી ત્યાં તો બીજો ભૂવો પડ્યો છે હવે આ ભૂવો ક્યારે પુરાશે તે તો ખબર નહી.

આમ પાલિકાના સત્તાધીશો અને ચુંટાયેલી પંખોના નગરસેવકો  એટલી જાડી ચામડીના છે કે તેમને પોતાના વિસ્તારનાં રહીશોની હેરાનગતી જોવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે. વારસિયા વિસ્તારનાં રહીશોને અવર જવરમાં એટલી હેરાનગતી થાય છે કે એ લોકો ફરિયાદ કરે તો પણ કોને કરે કારણકે એમની ફરિયાદ કોણ સાંભળશે તેવું વિસ્તારનાં રહીશોનું કહેવું છે.

જયારે બીજી બાજુ વડોદરા શહેરની મધ્યમાં નવાપુરા વિસ્તારમાં વડોદરા-જીલ્લાના એસ.એસ.સી. બોર્ડ અને એચ.એચ.સી. બોર્ડની ઓફીસ આવેલી છે. ત્યાં પણ તમે જુવો તો ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. જ્યાં જુવો ત્યાં ગંદકી જ ગંદકી દેખાય છે પણ પાલિકાના સત્તાધીશો ને આ ગંદકી કેમ દેખાતી નથી તે ખબર પડતી નથી. ત્યાના સ્થાનિકો દ્વારા તો જણાવવામાં આવ્યું છે કે જો બોર્ડની ઓફીસની જ બહાર સાફસફાઈ થતી નથી તો અમારા વિસ્તારની તો વાત જ કઈ થાય આમ કહીને રહીશોએ રોષ ઠાલવ્યો હતો.

Most Popular

To Top