Comments

હક્કની માગણી માત્ર ન્યાયતંત્ર પાસે જ?

આપણી સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે વિદેશમાં પ્રવચન આપતી વખતે એક ચોંકાવનારો મુદ્દો કહ્યો. એક વેબસાઇટે તેમના પ્રવચનનો હેવાલ આપતાં તેનું મથાળું આપ્યું. નાગરિકોના હક્કોની રક્ષા માટેના સાધન તરીકે અદાલતોને જ ગણવામાં આવે તો તે લપસણા ઢોળાવમાં પરિણમશે. ઓળખ નહીં પણ સમજવા માટે મુદ્દો મહત્ત્વનો હોવાથી હું એ ન્યાયાધીશનું નામ નહીં આપું. આ ન્યાયાધીશને એવું કહેતાં ટાંકવામાં આવ્યા હતા કે દેશમાં કાયદા કાનૂનનો આશરો લેવાના પ્રમાણમાં થતો વધારો રાજકીય ઉપદેશોમાં ધીરજના અભાવનો નિર્દેશ કરે છે. પરિણામે એવો લપસણો ઢોળાવ સર્જાયો છે, જેમાં હક્કો વાસ્તવિક લાભ માટે રાજયના એક માત્ર સાધન તરીકે અદાલતને જ ગણવામાં આવે છે અને તેથી કારોબારી અને ધારાગૃહો સાથે સતત જોડાણની જરૂર પેદા થઇ છે.

આનો અર્થ શું થયો? નાગરિકોએ પોતાના હક્કો માટે સરકાર અને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પકડવા જોઇએ. આ પ્રક્રિયામાં અદાલતો પણ મહત્ત્વની છે પણ તે હક્કોની રક્ષા કે દાવા માટે એકમાત્ર સ્થળ નથી. ઘણી લોકશાહીઓ આ રીતે જ કામ કરે છે અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટ નાગરિકો આશરો લે છે તેમાંનું એક સાધન છે. અમેરિકામાં સુપ્રીમ કોર્ટ વર્ષે માત્ર 80 મુકદ્દમાઓની સુનાવણી કરી નિકાલ કરે છે. ભારતમાં સુપ્રીમ કોર્ટ પાસે 70000 દાવાઓ પડતર છે. આપણી ન્યાયપધ્ધતિ ઘણી બધી રીતે અમેરિકન પધ્ધતિ પર આધારિત હોવા છતાં બે ન્યાયપધ્ધતિઓ વચ્ચેનો તફાવત તે બતાવે છે. 1949 માં એવું નક્કી થયું હતું કે ભારતમાં આઠથી વધુ ન્યાયાધીશ ન હોય તેવી એક સુપ્રીમ કોર્ટ હશે. (બંધારણની કલમ 124). અમેરિકામાં નવ ન્યાયાધીશો છે.

ભારતમાં આજે 30 થી વધુ ન્યાયાધીશો છે. અમેરિકાની કોર્ટ તમામ ખટલાઓની સાથે મળીને સુનાવણી કરે છે જયારે ભારતમાં ઘણી નાની બેંચો છે જે જામીનથી માંડીને મિલ્કતના દાવાઓ સુધીની સુનાવણી કરે છે. અમેરિકામાં આવા મામલાનો નિકાલ નીચલું ન્યાયતંત્ર કરે છે. ભારતમાં આપણે કારણોમાં ઉતરવાની આજે જરૂર નથી તેવાં કારણોસર આવું બનતું નથી અને આપણું ન્યાયતંત્ર તેની સ્થાપનાની કલ્પનાથી અલગ બની ગયું છે. આ વાતને બાજુ પર મૂકીએ અને સદરહુ ન્યાયાધીશે શું કહ્યું હતું તે જોઇએ. ભારતનું ન્યાયતંત્ર કમસેકમ સંખ્યાની દૃષ્ટિએ નાગરિકો સાથે સૌથી વધુ જોડાયેલું છે છતાં આ ન્યાયાધીશને લાગે છે કે કાયદાનો આશરો લેવાનું વલણ વધતું જાય છે અને કોઇ રાજકીય પ્રક્રિયાને પૂરતા પ્રમાણમાં જવાબ નથી માંગતું! મારા મતે આ સાચું વિશ્લેષણ છે કેમ?

ભારતમાં રાજય બેફામ બની ગયું છે. સરકાર અને તેના પર નિયંત્રણ રાખનાર રાજકીય પક્ષ લોકોના ઘર દાવો ચલાવ્યા વગર કે કસૂરવાર ઠેરવ્યા વગર તોડવા માંગતા હોય તો આ લોકો કયાં જાય! તેઓ માત્ર એક સ્થળે જ જઇ શકે કારોબારી એટલે કે સરકાર પાસે જે પોતે તો હિંસા કરે છે. તેઓ ધારા ઘડનારા લોકો પાસે એટલે કે વિરોધ પક્ષો પાસે જઇ તેમને એવું કરવા પ્રેરી શકે જેથી સરકાર ન્યાય જોઇ શકે. ભારતમાં આજે આવું નથી બનતું?

અદાલતનો આશરો લેતાં નાગરિકો તેમનાં જૂથો, કર્મશીલો વગેરે સરકાર સમક્ષ ધા નથી નાંખતા એવું નથી, પણ અમલ કરાવનારા રાજકીય પક્ષો પોતે જ પજવણીને પ્રોત્સાહન આપતો હોય ત્યાં શું થઇ શકે? દમનકર્તા સાથે કેવી રીતે અર્થપૂર્ણ સંવાદ થાય? આ ન્યાયાધીશો વધુ વાત નહીં કરી પણ તેમણે પોતાના પ્રવચનમાં બન્યું એવું કંઇક કહ્યું કે જેણે હક્ક માટે હક્ક કરવાનાં સ્થળો વચ્ચે વધતા અંતરને વાજબી ઠેરવતું હતું.

આ ન્યાયાધીશે કહ્યું કે સુપ્રીમ કોર્ટે નાગરિકોના મૂળભૂત હક્કોનું રક્ષણ કરવું જોઇએ પણ તેણે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંડોવણીની જરૂરના મામલે નિર્ણય કરી તેણે પોતાની ભૂમિકાની મર્યાદા નહીં ઓળંગવી જોઇએ. અન્યથા તે પોતાની બંધારણીય ભૂમિકાથી ચલિત થશે અને તેના હાર્દમાં જે લોકશાહી સમાજ છે તેની પણ સેવા નહીં કરી શકે પણ આ મુદ્દાનો લોક સહકારથી ચર્ચા મંત્રણાથી અને લોકપ્રતિનિધિઓ સાથેની ચર્ચાથી બંધારણ મુજબ ઉકેલ લાવવો જોઇએ.

આમાં તેમણે કંઇ પણ વાંધાજનક નથી કહ્યું. તંદુરસ્ત લોકશાહીમાં નાગરિકો રાજયના તમામ ભાગ સાથે અર્થપૂર્ણ અને ફળદાયક મંત્રણા કરવા સમર્થ હોવા જોઇએ. આમ છતાં અત્રે એ ભારપૂર્વક કહેવું જોઇએ કે ન્યાયતંત્રની કામગીરી પ્રાથમિક છે અને તેને તંત્રને તેના સીમાડા ઓળંગતું અટકાવવાની આ મર્યાદા ઉલ્લંઘન ભારતના બંધારણ માટે જોખમરૂપ બને ત્યારે તો તેણે આ કામગીરી ખાસ કરવાની રહે છે. આજે પરિસ્થિતિ એ છે કે નાગરિકત્વને અને ચૂંટણી માટે અનામત કરતાને લગતા દાવાઓના ચુકાદો અદાલત નથી આપતી. કાશ્મીરીઓની હેબિયસ કોર્પદા અરજીઓનો અદાલત ચુકાદો નથી આપતી. આને કારણે ટીકાકારો અને કર્મશીલોએ ન્યાયતંત્ર પર મૂકેલું ભારણ વધી ગયું છે અને સદરહુ ન્યાયાધીશ કદાચ એની જ વાત કરતા હશે.

આજે આપણામાંથી ઘણાને લાગે છે કે ભારત એ દિશામાં જાય છે જેનું નિમંત્રણ એકમાત્ર રાજકીય પક્ષ અને તેના નિર્વિવાદ નેતાના હાથમાં છે. આ દિશા ભારતના બંધારણ કે પ્રણાલિકા આધુનિકતા મુજબની નથી. અલબત્ત રાજયના કારોબારી અને ધારા ગૃહો સહિતનાં બાકીનાં સાધનો પણ એવાં હોવાં જોઇએ, જયાં નાગરિકો જઇ શકે અને પોતાના હક્ક માટે દાવો કરી શકે. પણ એવું નિર્વિવાદપણે લાગે છે કે યુધ્ધનું પ્રાથમિક મેદાન ન્યાયતંત્ર હોવું જોઇએ, જયાં ન્યાયાધીશોએ બેફામ અને અનિષ્ટકારક રાજય સામે નાગરિકો માટે ઊભા થવું જોઇએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top