વડોદરા : પીસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 05 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી 1.94 લાખ ઉપરાંતની મત્તા કબજે કરી હતી અને છ જુગારીઓને ફરાર જાહેર કરી તેમની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. સયાજીગંજ ખાતેની હોટેલ ચંદન મહેલના માલિક આશિષ અડવાણી આર્થિક ફાયદા અર્થે 11 જુગારિયાઓ ને રમવા માટે રેલ્વે સ્ટેશનના પાછળના ભાગે આવેલ સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી જય અંબે હોટલમાં 301 નંબરનો રૂમ બુક કરાવી આપ્યો હતો. પોલીસે છાપો મારીને મેનેજર રમેશભાઈ ડાભીની અટકાત કરી હતી. ત્યાર બાદ ફિલ્મી ઢબે પોલીસે રૂમનો દરવાજો ખટખટાવી રૂમ સર્વિસ હોવાનું જણાવ્યું હતું જુગારીઓનો દરવાજો ખોલતાજ ચોકી ઊઠયા હતા.
જુગાર રમતા ઈસમો પાસે થી પોલીસે રોકડા 45,500, પ્લાસ્ટિકના 135 કોઈન, 05 મોબાઈલ અને બે મોપેડ સહિત 1,94,500ની મત્તા કબજે કરી હતી. સંજય નવલાણી બાજી દીઠ કમિશન કાઢી હોટલ માલિક આશિષ અડવાણીના માણસ તેંદુલકર મારફતે આશિષને રકમ મોકલાવી આપતો હોવાનુ તપાસમાં ખૂલ્યું હતું અઠંગ જુગારિયા અવાર-નવાર હોટલ ચંદન મહેલમાં જુગાર રમતા હતા. તેથી પોલિસ ના હાથે ઝડપાઇ જવાના બીકથી હોટલ માલિક આશિષભાઈએ જ જય અંબે હોટલમા જુગાર રમવાની વ્યવસ્થા કરી આપી હતી. અને મેનેજરને જય અંબે હોટલના માલિક પંકજભાઈએ રજીસ્ટરમાં કોઈ નોંધ ન કરવા જણાવ્યું હતું.તેઓ છેલ્લા એક વર્ષથી હોટલ ભાડે ચલાવે છે.
11 જુગારિયાઓના નામ સરનામા
સંજય ઉર્ફે સંજુ નવલાની (એસ.કે કોલોની, વારસીયા)
જયેશકુમાર ઉર્ફે અકકુ નાથાણી (એસ.કે કોલોની, વારસીયા)
મુકેશભાઈ ઉર્ફે ઉંગલી પવાર (વાસવાણી કોલોની, વારસીયા)
વિરમભાઈ નંદાણીયા (પ્રતાપનગર પોલીસ લાઇન, મકરપુરા)
રમેશભાઈ ડાભી (વીરપુરાના મુવાડા, મહીસાગર)
પોલીસે 5 જુગારિયાઓને વોન્ટેડ કર્યા
(૧ )ચંદન હોટલનો માલિક આશિષ અડવાણી (૨) રમેશ રત્નાણી (૩) વાઘોડીયા રોડ પર રહેતા સીંગ સાહેબ (૪)તેંડુલકર (૫) ફતેપુરા પોલિસ ચોકી પાછળ રહેતો મન્સુરી