વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા મોટી મોટી બાંગ પોકારવામાં આવે છે કે અમે પ્રિમોન્સુનની કામગીરી કરી છે પરંતુ તે બિલકુલ પોકળ સાબિત નીકળી છે. બે દિવસ પહેલા વરસાદ પડેલો તે વરસાદનું પાણી પણ હજુ રોડ પર છે જે કેમેરામાં કેદ થયું છે. ફતેપુરા પાંજરીગર મહોલ્લા થી લઈને તુલસીવાડી સુધીના રોડ પર લગભગ ચારથી વધુ જગ્યાએ ગટર ઉભરાવવાના દ્રશ્યો સામે આવ્યા છે. પરંતુ પાલિકાના અધિકારીઓ તથા ચુંટાયેલ પાંખ આંખ આડા કાન કરી રહ્યા છે. શહેરના ફતેપુરા પાંજરીગર મહોલ્લા થી તુલસીવાડી ઢાળ સુધીના છેલ્લા ચાર દિવસથી ચારથી પાંચ જગ્યાએ ગટર ઉભરાવવાના બનાવો આજ રોજ સામે આવ્યા છે.
તથા બે દિવસ પહેલા પડેલા વરસાદના પાણી ભરાય જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આમ પાલિકાના ચુટાયેલી પાંખ ને ફક્ત તેમના વોટથી જ મતલબ છે આ સમસ્યા છેલ્લા ચારથી પાંચ દિવસથી છે પરંતુ અધિકારો અને નગરસેવકોને જાણ કરવા છતાં પણ કોઈ અધિકારી કે નગરસેવક અહિયાં જોવા પણ આવતું નથી. ફતેપુરા વિસ્તારનાં લોકોનું કહેવું છે કે નગર સેવકો ફક્ત પોતાના માનીતા લોકોને ત્યા જ કામગીરી કરે છે. અધિકારીઓને ફરિયાદ કરી કરીને થાક્યા પણ કોઈ અધિકારી પણ અહિયાં જોવા આવતા નથી.
પાંજરીગર મહોલ્લા પાસેથી કોર્પોરશનના વ્હીકલ પુલની દરેક ગાડીઓ અહીંથી પસાર થાય છે અને અહીંથી અધિકારીઓ પણ જાય છે પરંતુ કોઈનું ધ્યાન આ ઉભરાતી ગટરો પર પડતું નથી કે આંખ આડા કાન કરે છે. તેવી જ રીતે હાથીખાના વિસ્તાર શાક માર્કેટ ભરાય છે ત્યાં તો છેલ્લા ચાર દિવસ થી આ ગટર ઉભરાવવાની સમસ્યા છે પણ કોઈને ત્યાં આવી ને કામ કરવું જ નથી ફક્ત પોતાની એસી વાળી કેબીનમાં બેસીને ગપ્પા જ મારવા છે તેમ જણાવ્યું હતું. જયારે તુલસીવાડી વિસ્તારમાં પણ ત્યાં હજારો લોકો હાથીખાનામાં અનાજ ખરીદવા આવે છે અને ત્યાંથી જ લોકોને અવરજવર કરવી પડે છે પરતું અધિકારોને કોઇપણ સમસ્યા હોય કોઈ પણ ફરિયાદ હોય કરવામાં ફક્ત ને ફક્ત કંટાળો જ આવે છે તેવું લાગે છે તેમ એક વેપારીએ જણાવ્યું હતું.
તમારા માધ્યમથી જાણ થઇ છે, હવે કાલે આ કામગીરી જોઈને યોગ્ય નિકાલ કરીશું
અમને તમારા માધ્યમથી ખબર પડી છે કે ફતેપુરા વિસ્તારમાં જે ગટર ઉભરાવવાની સમસ્યા છે તે ચાર દિવસથી છે પણ અમને કોઈએ જાણ નથી કરી પણ તમારા માધ્યમથી જાણ થઇ છે તો કામગીરી જોઇને યોગ્ય નિકાલ કરી આપીશું. – શ્વેતા ચૌહાણ,નગરસેવક વોર્ડ નંબર.૭