World

G-7 સંમેલનમાં ભારતની લોકપ્રિયતા: વિડીયો જોઈને તમે પણ કહેશો ‘મેરા ભારત મહાન’

બર્લિન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) G-7ના શિખર સંમેલન(Summit)માં ભાગ લેવા જર્મની(Germany)ની મુલાકાતે છે. આ દરમિયાન ભારતના વધતા મહત્વનું દ્રશ્ય જોવા મળ્યુ હતુ. સામાન્ય રીતે અમેરિકાના પ્રમુખ(US President)ને મળવા માટે વિશ્વભરના રાષ્ટ્રના અધ્યક્ષોને લાંબી રાહ જોવી પડે છે પરંતુ સોમવારે જર્મીનમાં કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. અહીં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વડાપ્રધાન મોદી સાથે હાથ મિલાવવા જાતે દોડીને તેમની પાસે ગયા હતા.

  • G-7 સંમેલનમાં મોદી સાથે હાથ મિલાવવા ઉત્સુક દેખાયા જો બાઈડેન
  • મોદી કેનેડાના વડા પ્રધાન સાથે વાત કરી રહ્યા હતા ત્યારે બાઈડેન ચાલીને ગયા અને મોદીના ખભા પર પાછળથી હાથ મૂક્યો

વડાપ્રધાન મોદી જ્યારે કેનેડા(Canada)ના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો(Justin Trudeau) સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જો બાઈડેન તેમને સામેથી મળવા ગયા હતા. આ દરમિયાન બાઈડેન અને મોદી વચ્ચે માર્ગમાં કેટલાક અન્ય નેતાઓ હતા પણ બાઈડન સીધા વડાપ્રધાન મોદી તરફ આગળ વધ્યા હતા અને મોદીના ખભા પર પાછળથી હાથ મૂકી પોતે હાજર છે તે જણાવ્યું હતું. ત્યારબાદ બંને નેતાઓએ હાથ મિલાવીને એક બીજાને અભિનંદન કર્યા હતા. વિશ્વના સૌથી ધનવાન 7 દેશોના આ સંમેલનમાં બાઈડેનના એક્શન પર ચર્ચા થઈ રહી છે. લોકોનું માનવુ છે કે આ ઘટના ભારતના વધી રહેલા વૈશ્વિક મહત્વનું પ્રતિક છે. બાઈડેન મોદીને આટલું મહત્વ આપી રહ્યા છે જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના કાર્યકાળ દરમિયાન બાઈડેન સાથે ફોન પર વાત કરવા વિનંતી કરતા રહ્યા પણ અમેરિકાએ તેમને ભાવ આપ્યો ન હતો.

G-7 બેઠકનાં સ્થળ સાથે ભારતનું અદભૂત કનેકશન
જર્મનીમાં G-7ની જ્યાં બેઠક મળી રહી છે તે સ્કલોસ એલ્મુ નામનું સ્થળ ગાઢ ભારતીય કડીઓ ધરાવે છે. ત્યાં મુલાકાતીઓનું સ્વાગત દુંદાળા દેવ ગણેશ કરે છે અને હાથીની પ્રતિમા જોઇ શકાય છે. સ્કલોસ એમ્મુના માલિક ડાઇટમર મુલર, કે જેઓ તેમની યુવાનીમાં ભારતમાં રહી ચુક્યા છે તેમના કારણે અહીં ભારતીય અસર જોવા મળે છે. ગણેશના નામ વાળુ એક રેસ્ટોરાં પણ અહીં છે. સ્કોલસ એમ્મુમાં ઘણા યોગા અને વેલનેસ સેન્ટરો ભારતીય નામો ધરાવે છે જેમાં આનંદ સ્પા રેસ્ટોરાં, જીવમુક્તિ યોગ સ્ટુડિયો અને શાંતિગીરી સ્પાનો સમાવેશ થાય છે એમ અધિકારીઓએ નોંધ્યું હતું. ભારત સાથેના ગાઢ જોડાણ અંગે બોલતા મુલરે કહ્યું હતુંકે ભારતમાં વ્યક્તિગત સ્વતંત્રતા ઘણી બોલકી છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ભારતીય ડિઝાઇનો અને કાષ્ડકલાથી પ્રભાવિત થઇને તેમણે બારીઓ, પડદા, ફર્નિચર જેવી ઘણી વસ્તુઓ ભારતમાંથી ખરીદીને અહીં વસાવી છે.

મોદી અને ફ્રાન્સ પ્રમુખ મેક્રોએ ચા પર ચર્ચા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફ્રાન્સના પ્રમુખ એમાન્યુલ મેક્રો સાથે અહીં મળ્યા હતા અને ચા પર કેટલાક દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદી G-7 સંમેલનમાં ભાગ લેવા 2 દિવસની જર્મનીની મુલાકાતે છે. G-7 સંમેલનથી અલગ બંને નેતાઓએ ટી-બ્રેક પર ચર્ચા કરી હતી, આ સંમેલન જર્મનીના સુંદર દ્રશ્યોથી ભરપૂર સ્કલોસ એલ્માઉમાં યોજાઈ રહ્યુ છે. આ પહેલા મોદી અને મેક્રો વચ્ચેની મિત્રતા દેખાઈ હતી જ્યારે તેઓ ગ્રુપ ફોટો બાદ એક બીજાને ભેટયા હતા અને સંક્ષિપ્તમાં વાતચીત કરી હતી. G-7ના નેતાઓ સંમેલન સ્થળે અંદર જતા રહ્યા હતા જ્યારે આ બંને નેતાઓએ પોતાની ચર્ચા ચાલુ રાખી હતી અને એક સાથે અંદર ગયા હતા.

Most Popular

To Top