Charchapatra

હીરાબાનો અણમોલ હીરો

ગુજરાતમિત્રના 19મી જુનના પહેલા પેઇજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમની માતા હીરાબા સાથેની 100 વર્ષ વર્ષગાંઠની રંગીન તસવીર પ્રકટ થઇ છે. એ તસવીરમાં માતા પ્રત્યેની એમની લાગણી અને માતૃભક્તિના દર્શન થયા છે. 18મી જુન હીરાબાની વર્ષગાંઠ 19મી જુને આંતરરાષ્ટ્રીય ફાધર ડે હતો. આ એક અનોખો સંયોગ હતો. કહેવું જોઇએ કે 60 વર્ષની ઉંમરે મોદીના પિતાના અવસાન બાદ હીરાબા એ પરિવારની સઘળી જવાબદારી એકલા હાથે માતાપિતાની બેવડી ભૂમિકા બખૂબી રીતે નિભાવી જાણી. હીરાબાના કુલ 5 સંતાન. 4 ભાઇ અને 1 બહેન એ બધા હયાત છે. સોમાભાઇ, પ્રહલાદભાઇ, નરેન્દ્રભાઇ અને પંકજભાઇ અને 1 બહેન વાસંતીબેન, જે ઉત્તર ગુજરાતમાં આવેલા વિસનગરમાં રહે છે. અત્યંત ગરીબીમાં આ 5 સંતાનોને માતાએ ભણાવી ગણાવીને મોટા કર્યા. મધ્યમ વર્ગના આ બધા ભાઇ – બહેનો પરિવારની સારસંભાળ રાખે છે.

વહેવાર – તહેવારમાં બધા ભેગા થઇ હળીમળીને પ્રસંગની ઉજવણી કરે છે. ખૂબ સારા સંસ્કારોનું હીરાબાએ સંતાનોમાં સિંચન કર્યું. જાહેર જીવનમાં પડેલા નરેન્દ્ર મોદીને માતા હીરાબાએ અત્યંત ઉપયોગી 2 શીખ આપેલી. બે રોટલી ઓછી ખાઇશું, પરંતુ આ ઘરમાં દીકરા એક રૂપિયો પણ બેઇમાનીનો લાવતો નહીં. બીજુ હું જનમ દેનારી માતા ખરી એ સાથે એટલું જરૂર યાદ રાખજે તે જે દેશમાં જનમ લીધો છે એ ભારતમાતાની લાજ રાખજે. હીરાબાને એના આ દીકરાએ આ વચન પાળી બતાવ્યું છે. પરિવારના તમામ સભ્યોને વડાપ્રધાન મોદી એ એની વગનો આજ દિન સુધી દૂરઉપયોગ કરવા દીધો નથી. આ માતા માટે નરેન્દ્ર મોદી જેવો અણમોલ હીરો પેદા કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.
સુરત     – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top