સુરત (Surat): લિંબાયત ખાતે રહેતી પરિણીતાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં પરિણીતાને તેના પતિના અજાણી મહિલા સાથે અફેર (Affair) હોવાનું કહીને તેની સાથેના અશ્લીલ ચેટિંગ (Chatting ) સ્ક્રીન શોટ (Screen Shot) મોકલી આપ્યો હતો. બાદમાં પરિણીતાને તારા પતિએ મારી સાળી સાથે જે કર્યું તે હું તારી સાથે કરીશ તેમ કહીને સેક્સની માંગણી કરી હોવાની ફરિયાદ (Complaint) લિંબાયત પોલીસમાં (Police) નોંધાઈ છે.
- પરિણતાના પતિ અને ભાઈઓને જાનથી મારવાની ધમકી
- લીંબાયતમાં પરિણીતાને અજાણ્યાએ પતિના અન્ય સ્ત્રી સાથેના અફેરનું ચેટીંગ મોકલી સેક્સની માંગણી કરી
લિંબાયત ખાતે રહેતી 37 વર્ષીય આલિયા (નામ બદલ્યું છે) ગત 27 મે ના રોજ આલિયા તેની બહેનની છોકરીના લગ્નમાં મહારાષ્ટ્રના ધુલિયામાં ગઈ હતી. ત્યારે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. એક મહિલાએ આપકે હસબન્ડ કો સમજાવ મેરી બહેન કે સાથે અશ્લીલ બાત કરતા હે, 2018 સે આપકા પતિ કા મેરી બહેન કે સાથ અફેર ચલ રહા હોવાનું કહ્યું હતું. અને સબુત મોકલું છું તેવું કહીને આલિયાને તેના પતિના ફોનથી વોટ્સએપ ચેટિંગના સ્ક્રીન શોટ મોકલ્યા હતા. જેમાં આલિયાનો પતિ મોબાઈલથી કોઈ સ્ત્રી સાથે અશ્લીલ વાત તથા શરીર સુખની ચેટિંગ દ્વારા વાતો કરતો સ્ક્રીન શોટ મોકલ્યો હતો. આ અંગે આલિયાએ તેના પતિને પુછતા તેને આવી કોઈ સ્ત્રીને જાણતો ન હોવાનું કે આવી કોઈ વાત કરી ન હોવાનું કહ્યું હતું. બાદમાં 31 મે ના રોજ ફરીથી તે નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો.
આપ મેરે સાથે બાત નહીં કરોગી તો મે આપકે પતિ કો ફેમેલી મે બદનામ કર દું તેવું કહ્યું હતું. 3 જુને રાત્રે સાડા બાર વાગે ફરી વોટ્સએપ મેસેજ આવ્યો હતો કે, મે ઉસકા પતિ બોલ રહા હુ ઓર મેરા નામ સંજય હે, મેરી વાઈફ કા નામ શ્વેતા હે, તેરે પતિને મેરી સાલી કે સાથ જો કીયા વો મે તેરે સાથ કરૂગા કહીને અશ્લીલ વાતો કરી હતી. બાદમાં અશ્લીલ ફોટો મોકલી વોટ્સએપ કોલ કરીને સેક્સની માંગણી કરી હતી. અમે આપ મેરે સાથ સંબંધ નહી રખોગી તો આપકે પતિ ઓર આપકે દોનો ભાઈઓ કો માર ડાલુંગા તેવી ધમકી આપી હતી. ત્યારપછી પણ વિડીયો કોલ કરી ચહેરો બતાવ્યા વગર સેક્સની માંગણી કરી હતી. અંતે કંટાળી આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.