ગાંધીનગર: રાજ્યમાં અકસ્માતો (Accident) અને પ્રદૂષણ (Polluction) ઘટે તે આશયથી આજે મોડી સાંજે વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ વાહનો માટેની નવી ફિટનેસ નીતિ જાહેર કરી છે. રાજ્યમાં વાહનોના ફિટનેસની ચકાસણી માટે કેન્દ્રની નીતિ મુજબ વાહન ફિટનેસ સ્ટેશન પીપીપી મોડેલ (PPPmodel) આધારિત સ્થાપવામાં આવશે. એક અરજદાર 10 આવા સ્ટેશનો સ્થાપી શકશે. રાજ્ય સરકારે આ સાથે વાહન ટેસ્ટીંગની તમામ ફી હવે સ્ટેશન સંચાલકને આપવાનો નિર્ણય લીધો છે. જો અરજદાર 6 માસની અંદર લીઝ એગ્રીમેન્ટ રજૂ કરે તો તેને પ્રલીમનરી રજીસ્ટ્રેશન સર્ટીફિકેશ મળી શકશે. ઓટોમેટેડ સ્ટેશન પર વાહનના ફિટનેસ માટે બુંકિગ સહિત ફી ચૂકવવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશે.
હેવી ગુડઝ વ્હીકલ માટે 1લી એપ્રિલ 2023 તથા મીડિયમ ગુડઝ માટે 1લી જુન 2024ના રોજ કામગીરી શરૂ કરવાની રહેશે. વર્ષ 2019-20માં 5 લાખ, વર્ષ 2020-21માં 3 લાખ તથા વર્ષ 2021માં 4 લાખથી વધારે વાહનોનું ફિટનેસ ચેકિંગ થયું છે. એક ફિટનેસ સેન્ટર માટે અંદાજિત 4 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. સિનિયર કેબીનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે આ નીતિ જાહેર થાય તે પહેલા જ સરકાર પાસે 144 જેટલી અરજીઓ વાહનના ફિટનેસ સેન્ટર સ્થાપવા માટે આવી છે. તેને અમે મંજૂરી આપીશું. તે પછી પીપીપી મોડેલ આધારિત જે અરજીઓ આવશે, તેને સરકાર પોઝિટિવ વિચારણા કરશે.