વડોદરા : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે ભારત સરકારની નેશનલ કાઉન્સિલ ફોર પ્રોટેક્શન ચાઈલ્ડ રાઇટ સંસ્થા દ્વારા 12 થી 20 જૂન દરમિયાન બાળમજૂરી વિરોધ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં 75 સ્થળોએ આ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા ખાતે એમ.એસ. યુનીવર્સીટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા સંયુક્ત રીતે વિવિધ કાર્યક્રમો યોજીને બાળ મજૂરી અટકાવવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો. ફેકલ્ટીની બહાર વિધાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી અને બાળકોને મજૂરીએ મોકલવા ની જગ્યાએ ભણતર માટે મોકલવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો.
ભારત સરકારની નેશનલ કાઉન્સિલ ફોર પ્રોટેક્શન ચાઈલ્ડ રાઇટ સંસ્થા દ્વારા 12થી 20 જૂન દરમિયાન બાળમજૂરી વિરોધ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાની સોશિયલ વર્ક ફેકલ્ટી દ્વારા વડોદરા ચાઈલ્ડ લાઈન , બરોડા સિટીઝન કાઉન્સિલ , લેબર ડિપાર્ટમેન્ટ ના સહયોગથી સપ્તાહ દરમિયાન બાળકો દ્વારા શપથ , શાળામાં જાગૃતિ , નિબંધ સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમો યોજીને બાળ મજૂરી અટકાવીને બાળકોને ભણવા રમવા સહિતની પ્રવૃત્તિ કરવા માટેના અધિકારો આપવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો.