Gujarat

પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના 20 માછીમારો 5 વર્ષ બાદ વતન પરત ફર્યા

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) સરકારે સોહાર્દ દર્શાવતા 20 ભારતીય માછીમારોને (Fishermen) છોડયા હતા તેઓ સોમવારની સાંજે વાઘા બોર્ડર (Wagah Border) પાર કરીને ભારત (India) આવી પહોંચ્યા હતા ત્યારબાદ તેમને પોતાના ગૃહ રાજ્યમાં મોકલી આપવામાં આવ્યા હતા. ગુજરાતના (Gujarat) 20 માછીમારો જેઓ કરાચીના લાંધી વિસ્તારમાં મલીર જિલ્લા જેલમાં છેલ્લા 5 વર્ષથી કેદ હતાં તેમને રવિવારે છોડવામાં આવ્યા હતા, તેમના પર પાકિસ્તાની દરિયામાં ગેરકાયદે માછીમારી કરવાનો આરોપ હતો.

  • ગુજરાતના 20 માછીમારો કરાચીના લાંધી વિસ્તારની એક જેલમાં છેલ્લા 5 વર્ષથી કેદ હતાં
  • ભારતીય માછીમારોને વિશેષ બસ દ્વારા લાહોર લાવવામાં આવ્યા
  • સોમવારે વાઘા બોર્ડર પર પહોંચી ભોજન નવા કપડા આપ્યા

ભારતીય માછીમારોએ હાથ અને ગળામાં રંગબેરંગી માળા અને બ્રેસલેટ પહેર્યા હતા
પાકિસ્તાની સેનાના જવાને જણાવ્યું હતું કે મુક્ત કરવામાં આવેલા 20 ભારતીય માછીમારોને વિશેષ બસ દ્વારા લાહોર લાવવામાં આવ્યાં હતાં. સોમવારે વાઘા બોર્ડર પહોંચવા પર તેમને ભોજન, નવા કપડા અને પ્રત્યેકને પાકિસ્તાની 5000 રૂપિયા આપવામાં આવ્યા હતા. ઈમીગ્રેશન બાદ તેમને બીએસએફને સોંપવામાં આવ્યાં હતાં. ભારતીય માછીમારોએ ગળામાં અને હાથમાં રંગબેરંગી નંગની માળા અને બ્રેસલેટ પહેર્યા હતાં જે તેમણે જેલમાં બનાવી હતી.

હજી ઘણાં માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ
એક માછીમાર રવેન્દ્ર ગોવિન્દે કહ્યું હતું તેને ખુશી છે કે તે ભારત પરત જઈ રહ્યો છે પણ તેને દુ:ખ પણ છે કે જેલમાં બીજા કેટલાક માછીમારો કેદ છે. મહેરબાની કરી ભારતીય માછીમારોને છોડી દો જેથી તેઓ પોતાના પરિવાર સાથે રહી શકે.’
તેણે વધુમાં કહ્યું હતું કે તે ભારત સરકારને પણ વિનંતી કરશે કે ભારતીય જેલોમાં કેદ પાકિસ્તાની માછીમારોને છોડી દે.

રાજયના 71 તાલુકાઓમાં ચોમાસું જામ્યું
ગાંધીનગર : દક્ષિણ ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ હજુ તો પહેલી જ ઈનીંગમાં વરસાદે ધમાકેદાર બેટ્ટિંગ કરીને વલસાડમાં સાડા નવ ઈંચ (234 મીમી) વરસાદ વરસાવી દીધો છે. આજે રાત્રીના 8 વાગ્યા સુધીમાં 71 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સુરેન્દ્રનગર, ભાવનગર, રાજરોટ, વડોદરા, મહીસાગર, ખેડા, છોટા ઉદેપુર, અરવલ્લીનો પણ સમાવેશ થાય છે. રાજયના 15 તાલુકાઓ એવા છે કે જયા 1થી સાડા નવ ઈંચ વરસાદ થયો છે. બીજી ક્રમે ઉમરગામમાં 4 ઈંચ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 84 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ વિસાવદરમાં 4 ઈંચ વરસાદ થયો હતો. હજુયે આગામી 24 જૂન સુધીમાં રાજયમાં હળવાથી ભારે વરસાદની વકી રહેલી છે.જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે.

Most Popular

To Top