નવી દિલ્હી: અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાં કાર્તે પરવાન ગુરુદ્વારામાં આતંકીઓએ શનિવારના રોજ હુમલો (Attack) કર્યો હતો. કર્તે પરવાન ગુરુદ્વારા પર થયેલા આતંકવાદી હુમલામાં એક શીખ સમુદાયનો નાગરિક અને એક સુરક્ષાકર્મી માર્યા ગયા હતા. આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સુરક્ષા જવાનો મુસ્લિમ સમુદાયના છે. અફઘાનિસ્તાને વિસ્ફોટકોથી ભરેલા વાહનથી મોટા હુમલાની યોજનાને નિષ્ફળ બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ તાલિબાન દળો અને આતંકવાદીઓ વચ્ચે કલાકો સુધી ગોળીબાર (Firing) ચાલ્યો હતો. મળતી માહિતી અનુસાર તાલિબાન લડવૈયાઓએ ગુરુદ્વારા પર હુમલો કરનારા ત્રણ આતંકવાદીઓને મારી નાખ્યા છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા તકોરે પુષ્ટિ કરી કે હુમલામાં ઇસ્લામિક અમીરાત દળોનો એક સૈનિક અને એક શીખ નાગરિક માર્યો ગયો. તેમણે એ પણ માહિતી આપી છે કે આ હુમલામાં સાત લોકો ઘાયલ (Injured) થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે.
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય પાસેથી જાણકારી મળી આવી છે કે વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે મોટા વિસ્ફોટના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ગુરુદ્વારા પર હુમલાની ઘટના શનિવારે વહેલી સવારે બની હતી. હુમલા સમયે ગુરુદ્વારાની અંદર 30 લોકો હતા. આ ઉપરાંત ગુરુદ્વારાની બહાર એક વાહનમાં પણ વિસ્ફોટ થયો હતો. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ પહેલા ગુરુદ્વારા પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો. જેના કારણે ગુરુદ્વારાના ગેટ પાસે આગ ફાટી નીકળી હતી. કાબુલ પોલીસ ચીફના પ્રવક્તા ખાલિદ ઝદરાને માહિતી આપી છે કે તમામ આતંકવાદીઓ માર્યા ગયા છે અને ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. તેમણે દાવો કર્યો હતો કે હુમલાખોરોને સુરક્ષા દળોએ ટૂંકા ગાળામાં જ ઠાર માર્યા હતા જેથી નાગરિકોની જાનહાનિ ન થાય. પ્રથમ વિસ્ફોટના અડધા કલાક પછી બીજો વિસ્ફોટ થયો હતો.
મળતી માહિતી મુજબ પહેલો વિસ્ફોટ સવારે લગભગ 6 વાગ્યે થયો હતો. અડધા કલાક પછી બીજા વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. જેના કારણે ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. ત્યાર પછી સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો અને ઘેરાબંધી કરીને આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું.