નવસારી : મોંઘવારીને કારણે ભગવાનની મૂર્તિઓ (Idol) બનાવવાના સામાન અને કારીગરીની મજૂરીમાં વધારો થયો છે. ત્યારે ભગવાનની મૂર્તિઓના ભાવમાં (Price) પણ વધારો થતા મોંઘવારીનું ગ્રહણ નડશે. જેથી તહેવારની જેમ ઉજવાતા પ્રસંગો પણ ફિક્કા રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
- ‘ભગવાન હે કહાં હૈ તું’ : મૂર્તિઓ બનાવવાનો સામાન અને કારીગરની મજૂરી વધી
- તહેવારની જેમ ઉજવાતા પ્રસંગોને મોંઘવારીનું ગ્રહણ નડશે
- મોંઘવારીને કારણે ભગવાનની મૂર્તિઓના ભાવોમાં પણ વધારો
હાલમાં મોંઘવારી આસમાને પહોંચી રહી છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ, ખાદ્ય તેલ સહિતના ભાવોમાં વધારો થયો છે. જેને પહોંચી વળવા માટે વેપારીઓએ તેમના માલ-સામાનના ભાવમાં વધારો કરી રહ્યા છે. જેના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને તકલીફ પડી રહી છે.
હાલમાં ગણેશ ચતુર્થી અને નવરાત્રીના પ્રસંગો આગામી નજીકના દિવસોમાં આવી રહ્યા છે. જેથી હમણાંથી જ અન્ય જિલ્લાઓમાંથી કારીગરો બોલાવી ગણેશજીની મૂર્તિ અને માતાજીની મૂર્તિ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. બીજી તરફ નવસારી જિલ્લામાં ગણેશ ચતુર્થી અને નવરાત્રીના ઉત્સવો મોટા તહેવારની જેમ ઉજવવામાં આવે છે. તેમજ છેલ્લા 2 વર્ષથી કોરોના હોવાથી ગણેશ ચતુર્થી અને નવરાત્રી થઈ શકી ન હતી. જ્યારે ગત વર્ષે સરકારી ગાઈડ લાઇન મુજબ ઉજવણી કરાઈ હતી.
ચીખલી તાલુકાના કલિયારી ગામેથી દીપડો પાંજરે પૂરાયો
ઘેજ : ચીખલી તાલુકાના કલિયારી ગામેથી દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોને રાહત થવા પામી હતી.
પ્રાપ્ત વિગત મુજબ કલિયારી ગામના દાદરી ફળિયામાં દીપડાની અવર – જવર જણાતા વનવિભાગ દ્વારા ખેડૂત ધર્મેશભાઇ ઠાકોરભાઇ પટેલના ખેતરમાં પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. દીપડાની અવર-જવરને પગલે સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. આ દરમ્યાન આજે અંદાજે ત્રણેક વર્ષની ઉંમરનો દીપડો પાંજરે પૂરાતા દીપડાને જોવા આસપાસના લોકો ધસી આવ્યા હતા. વન વિભાગ દ્વારા આ દીપડાનો કબજો લઇ વેટરનીટી તબીબ પાસે જરૂરી મેડીકલ તપાસ કરાવી જંગલમાં સલામત રીતે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીમાં ચીખલી રેંજના આરએફઓ એ.જે. પડસાળા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
જોકે આ વર્ષે કોરોનાના કેસો હોવાથી સમગ્ર જિલ્લામાં છૂટછાટો વધી ગઈ છે. ત્યારે ગણેશ ચતુર્થી અને નવરાત્રી પણ રંગેચંગે ઉજવાશે તેવી આશા લોકો સેવી રહ્યા છે. પરંતુ આ વર્ષે તહેવારોમાં મોંઘવારીનો માર પડશે. ભગવાનની મૂર્તિ બનાવવાનો સામાન અને કારીગરોની મજૂરીમાં વધારો થતાં ભગવાનની મૂર્તિઓના પણ ભાવો વધી જતાં ઉત્સવોને મોંઘવારીનું ગ્રહણ નડી શકે તેવી સંભાવના વર્તાઈ રહી છે.
સામાન અને મજૂરીના ભાવમાં વધારો થયો છે : બપ્પીભાઈ મૂર્તિકાર
નવસારી : હું કોલકત્તાથી નવસારી મૂર્તિઓ બનાવવા આવ્યો છે. પરંતુ હાલમાં મૂર્તિ બનવવાના સામાનનો ભાવ વધી ગયો છે. અન્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે તેમન 2 વર્ષથી કોરોનાને લીધે કામ ન હતું અમારી પાસે એટલે અમારી મજૂરી પણ વધાવી છે. જેથી મૂર્તિઓના ભાવમાં પણ વધારો થશે.