વડોદરા : અદાલતે 90 દિવસમાં 3.90 લાખ ચૂકવી આપવા હુકમ કર્યો હતો. દિવાળીપુરા કોર્ટમાં ફરીયાદ નોંધાવનાર સૌરીન મનોજ શાહ (રહે:૧/૨૫, સિદ્ધાર્થ સોસાયટી, સાઈદીપ નગરની બાજુમાં, પ્રાણાયામ હોસ્પિટલની સામે, ન્યુ વીઆઇપી રોડ,) વેપાર કરે છે. તેમના મિત્ર રોનક ધર્મેન્દ્ર ઠક્કરના (રહે: એ/૪, ગીતા પાર્ક,બ્રાઈટ સ્કૂલ પાછળ,વીઆઈપી રોડ,કારેલીબાગ) ચેક રિટર્ન ના કેસ ચાલતા હોવાથી સેટલમેન્ટ માટે 3.90 લાખ રૂપિયાની મદદ માંગી હતી. મિત્રની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઇને સૌરીને તા:૬/૧૦/૨૦ના રોજ રકમ આપી હતી.
તમામ રૂપિયા ૬થી ૮માસમાં પરત ચુકવી દેવાનો ભરોશો આપતા રોનકે પ્રોમિસરી નોટ પણ લખી આપી હતી. જોકે સમય અવધિ અનુસાર ફરિયાદીએ નાણાની માંગણી કરતા આરોપીએ સગવડ નહી હોવાનુ બહાનુ આગળ ધર્યુ હતું અને વધુ મુદ્દત માંગીને તા: ૨૫/૮/૨૧ નો સમા સાવલી શાખાની એક્સીક્સ બેન્કનો ચેક સહી કરીને આપતા ખાત્રી આપી હતી કે કલિયર થઈ જાશે. જેથી ફરિયાદીએ ઓગસ્ટ માસની 26 તારીખે ભરેલ ચેક પરત ફરતા રીટર્ન થયો હતો. તે બાબતે લીગલ નોટીસ આપવા છતા આરોપીએ કોઈ જવાબ આપ્યો નહિ.
વારંવાર નાણાની માગણી કરીને ત્રાહિમામ પોકારી ઉઠેલા ફરીયાદી એ આખરે ના છુટકે તેમના ધારાશાસ્ત્રી દ્વારા કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી.જે કેસની સુનાવણી ૩૩મા એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ એમ કુરેશીની કોર્ટમાં ચાલી ગયો હતો આરોપી તરફે પોતાનો કેસ પુરવાર કરવા કોઇ મજબૂત પુરાવા રજૂ કરી શક્યા ન હતા. ફરીયાદ પક્ષના વકીલની ધારદાર દલીલો અને પુરાવા ધ્યાને લેતા ન્યાયાધીશે ગ્રાહ્ય રાખીને આરોપીને કસૂરવાર ઠેરવી ને એક વર્ષની કેદની સજા ફટકારી હતી તેમજ હુકમની તારીખ થી 90 દિવસ મા 3.90 લાખ રૂપિયા ચુકવી આપવા. અત્રે ઉલ્લેખનીય છેકે ફરીયાદી અને આરોપી બંને સ્કૂલનાં મિત્ર હતા. તેમ છતા આરોપીએ માત્ર નાણાં માટે મિત્રાચારી તોડીને રૂપિયા માટે મિત્રને જ ચુનો ચોપડવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી ના ધવલભાઈ અને મયંકભાઇ સાથે પણ ચેક રિટર્ન બાબતે કેસ ચાલી રહ્યા હોવાનુ જાણવા મળ્યું હતું.