ફતેપુરા: ફતેપુરા માં આધાર કાર્ડ લિંક કરવા માટે બેન્કો દ્વારા ધરમના ધકકા ખવડાવવામાં આવે છે. ફતેપુરા બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, દેના બેન્ક આ બેંકોમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતોને આધાર કાર્ડ લિન્કના મોટા મોટા પ્રશ્નો નડે છે ચારથી પાંચ દિવસ સુધી બેંક વાળા ધરમના ધક્કા ખવડાવે છે અને આજે આવો કાલે આવો કેમ કહી આધાર કાર્ડની પ્રોસેસ પૂરી કરતા નથી અને ગરીબોને ધક્કા ખવડાવે છે બેંકોમાં પહેલેથી જ મોટી મોટી લાઈનો હોય છે અને તેમાં એક દિવસના ધક્કામાં સવારથી સાંજ પડી જાય છે અને તેવા આધાર કાર્ડ લિંક કરવા માટે ત્રણત્રણ ધક્કા ખવડાવે છે તેમાં આ ગરીબ ખેડૂતોને આવવા જવાનું ભાડું રોજના સો રૂપિયા લેખે ત્રણ દિવસના 300 રૂપિયા ચૂકવવા પડે છે.
જેથી આ બાબતમાં આધાર કાર્ડ લિન્ક માટે ઘટતું કરવા માટે અને ઝડપી કાર્યવાહી માટે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની જરૂરિયાત અને માંગ છે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂત વર્ગ મજૂરી કામ કરવા માટે બહારગામ જતા હોય છે અને તેઓને ખરીદી માટે રૂપિયાની જરૂર હોય તો પણ આધાર કાર્ડ લિન્ક ના હોવાના કારણે ત્યાં પૈસા માટે ફાફા મારવા પડે છે અને વધુ પૈસા આપી ઉધારે માલ સામાન લેવો પડતો હોય છે અને વધુમાં બેંકના મેનેજરો કસ્ટમર જોડે તુમાખી ભર્યું વર્તન કરે છે સરકાર પણ આ અંગે વિચારણા કરે તેવી ભલામણ છે.
ફતેપુરામાં બીજી બાબત એ છે કે અહીંયા બી.ઓ.બી નું એટીએમ આવેલું હતું અને તે એ.ટી.એમ નો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા એ.ટી.એમ બંધ થઇ ગયેલ છે તો સ્ટેટ બેંક અને બી.ઓ.બી આ બંને બેંકો માં એટીએમ ચાલુ કરવા માટે ગ્રામજનોની લાગણી અને માગણી છે. વધુ માહિતી મુજબ બેંકો ની અંદર થતી ભીડ ના કારણે વેપારી વર્ગને અને નોકરિયાતોને લેવડદેવડમાં તકલીફ ઉભી થઇ રહેલ છે જેથી વહેલી તકે એટીએમ ચાલુ થાય તેવી ભલામણ છે.