Entertainment

અલવિદા, અલવિદા

ચુપકે સે કહીં, ધીમે પાંવસે, જાને કીસ તરાહ, કીસ ઘડી
આગે બઢ ગયે, હમસે રાહોમેં, પર તુમ તો અભી થે યહીં
કુછ ભી ના સૂના, કબ કા થા ગીલા, કૈસે કેહ દિયા અલવિદા
જિનકે દરમિયાં ગુજરીથી અભી, કલ તક યે મેરી જિંદગી
લો ઉન બાંહો કો, ઠંડી ચાહોંકો, હમ ભી કર ચલે અલવિદા
અલવિદા અલવિદા, મેરી રાહેં અલવિદા,
મેરી સાંસે કહેતી હે, અલવિદા, અલવિદા, અલવિદા.
અબ કહેના ઔર કયા જબ તુને કહ દિયા અલવિદા…
સૂન લે બેખબર યું આંખે ફેર કર, આજ તું ચલી જા ઢૂંઢેગી નજર
હમકો ભી નગર હર જગહ, ઐસી રાતોં મેં લેકર કરવતેં
યાદ હમેં કરના ઔર ફીર હારકર, કહેના કયું મગર કહે દિયા
અલવિદા અલવિદા, કોઇ પૂછે તો જરા, કયા સોચા ઔર કહા
અલવિદા અલવિદા, અબ કહેના ઔર કયા, જબ તુને કહ દિયા અલવિદા…
હમ થે દિલજલે, ફીર ભી દિલ કહે, કાશ મેરે સંગ આજ હોતે તુમ અગર
હોતી હર ડગર ગુલીસ્તાન, તુમસે હે ખફા, હમનારાજ હૈ, દિલ હે પરેશાન
સોચા ના સૂના, તુને કયોં ભલા કહે દિયા, અલવિદા અલવિદા
કોઇ પૂછે તો જરા, કયા સોચા ઔર કહા અલવિદા અલવિદા અલવિદા
અબ કહેના ઔર કયા જબ તુને કહ દિયા અલવિદા હો હો
અલવિદા અલવિદા, અલવિદા કયું સોચા ઔર કહા, અલવિદા
લો ઉન બાહોં કો, ઠંડી છાંવો કો, હમ ભી કર ચલે અલવિદા…

ગીત : અમિતાભ વર્મા, સ્વર : કે. કે., સંગીત : પ્રીતમ, ફિલ્મ : લાઇફ ઇન મેટ્રો, દિગ્દર્શક : અનુરાગ બસુ, વર્ષ : 2007, કલાકારો : ધર્મેન્દ્ર, કે. કે. મેનન, ઇરફાન ખાન, કોંકણા સેન શર્મા, કંગના રણૌત, શરમન જોષી, નફીસા અલી, શિલ્પા શેટ્ટી.

વિદાય કંઇ એક પ્રકારે નથી, એક રૂપે પણ નથી. અનેક રીતે અલવિદા કહેવાનું આવે છે. ઘણીવાર તો અલવિદા ય કહી શકાતી નથી ને અલવિદા થઇ જાય છે. દરેક વિદાય એક ઉદાસી અને અકળ પ્રશ્નો મૂકી જાય છે. પોતાના વિશેના ને વિદાય લીધી તે વિશેના.

અમિતાભ વર્માએ લખેલું ગીત અત્યારે તો કે. કે.ની અલવિદા સાથે જોડાઇ ગયું છે ને વળી ગાયું છે કે. કે. એ જ. પોતાની અલવિદા કોઇ પોતે ગાઇ ન શકે પણ હવે મન એવી રીતે વિચારે છે. ગીત છે અલવિદાનું અને તેમાં છેડે રહી ગયેલાની પીડા છે ને અંદર વલોપાત કરતા પ્રશ્નો છે, ‘ચુપકે સે કહીં, ધીમે પાંવ સે, જાને કીસ તરાહ, કીસ ઘડી / આગે બઢ ગયે, હમ સે રાહો મેં, પર તુમ તો અભી થે યહીં / કુછ ભી ના સૂના, કબ કા થા ગીલા, કૈસે કહ દિયા અલવિદા.’

અમુક વિદાય એવી જ હોય છે. આપણાથી જુદા પડતા જતા હોય ને એ રીતે કે આપણને ખબર જ ન પડે. એકદમ ચૂપકીદીથી, ધીમા – દબાતા પગલે, ખબર નહીં કઇ રીતે, કઇ ઘડીએ તેમણે ચાલવા માંડ્યું. શું હશે એ વેળાની તેમના મનની અવસ્થા? કયારે આપણાથી અલવિદા થવાનું તેના મનમાં જાગ્યું હશે? હજુ જે હમણાં અહીં જ હતા, સાથે ચાલતા હતા ને કેવી રીતે આ રસ્તામાં તે આગળ વધી ગયા? મન પૂછે છે, તેના મનમાં કોઇ ફરિયાદ હશે આપણા વિશે કે આપણું કશું સાંભળવું ય પસંદ ન કર્યું અને બસ અલવિદા કહી દીધું? કેવી રીતે કરી દીધી આમ અલવિદા? આપણી સાથે જ જે હતું તેણે આમ કેમ કર્યું? જે આપણને કશું ય કહ્યા વિના વિદાય લે, તેના વિશે સવાલ – જવાબ પણ મનોમન જ કરવાના. જો કોઇ અપરાધ થયાનું લાગે તો તે પણ જાતે જ શોધવાનો. મન બહુ વલોપાત કરે. કારણ કે ‘જિનકે દરમિયાં ગુજરીથી અભી, કલ તક યે મેરી જિંદગી / લો ઉન બાંહોકો, ઠંડી ચાહોંકો, હમ ભી કર ચલે અલવિદા / અલવિદા અલવિદા, મેરી રાહેં અલવિદા…’ જેની સાથે હજુ ગઇ કાલ સુધી જિંદગી વીતી છે, તેનું શું કરવું હવે? મનોમન હવે એ બધાને ય વિદાય કહેવાનો વખત આવ્યો. એ જે હાથ, જે સ્પર્શ, જે શાંત ચાહવું એ બધાને ય હવે આપણે અલવિદા કહેવાનું થયું. જે ગયું છે તે તો એ રસ્તો પણ લઇને ગયું છે, જેની પર બંને સાથે ચાલ્યા હતા. હવે એ રસ્તા પર કોઇ એકથી ન ચાલી શકાય. ‘અલવિદા અલવિદા, મેરી રાહેં અલવિદા.’ ‘મેરી સાંસે કહેતી હે અલવિદા, અલવિદા, અલવિદા, અબ કહેના ઔર કયા, જબ તુને કહ દિયા અલવિદા’ આ બહુ આકરું છે પણ શ્વાસોય કહે છે અલવિદા, અલવિદા. હવે કહેવું ય શું જ્યારે તેં અલવિદા કહી દીધું હોય? અલવિદા પછીના સૂનકારમાં કોને કહેવું?  જે ગઇ તે તો ગઇ, આંખો ફેરવીને ચાલી ગઇ પણ એ સંબંધ એવો હતો કે અલવિદા કહેવાથી ય પૂરો ન થાય.

એટલે ઘવાયેલું મન, આંખમાં છાના આંસુ સાથે મનોમન આવેલા ગુસ્સા સાથે કહે છે, ‘સૂન લે બેખબર યું આંખે ફેર કર આજ તું ચલી જા ઢૂંઢેગી નજર હમકો ભી મગર હર જગહ. ઐસી રાતોનેં લેકર કરવતેં યાદ હમેં કરના ઔર ફીર હારકર કહેના કયું મગર કહ દિયા અલવિદા અલવિદા.’ જે ગયું તે સાવ ગયું નથી, સમસંવેદનથી જ સંબંધ રચાયો હોય તો એક મન અહીં રહી જાય છે ને એ મનને આ ઘવાયેલું મન કહે છે કે સાંભળ ઓ બેખબર તું ભલે આમ આંખ ફેરવીને આજે જાય છે, પણ તારી ય આંખો અમને શોધશે. દરેક જગ્યાએ શોધશે અને રાત્રે પડખા ફેરવતા ફેરવતા અમને યાદ કરશે અને પછી પોતે જ પોતાનામાં હારી જઇ કહેજે (પોતાને જ) કે શા માટે અલવિદા કર્યું? હું તો અહીં વિચારું છું પણ ત્યાં તારે ય આ જાતને પૂછવું પડશે કે કેમ અલવિદા કહી દીધું? કોઇ પૂછે તો જરા કહેજે કે શું વિચાર્યું ને કહી દીધું અલવિદા? મને નહીં, તું તને જ જવાબ આપજે આ અલવિદાનો.

આ ગીત કે. કે. એ એક શ્વાસે ગાયું છે. જે ટૂકડા પડે છે, તે ક્ષણે ક્ષણ વિચારતા આપોઆપ પડે છે. સંગીતકારે પણ વચ્ચે પડવું નથી એટલે એ રીતે જ કમ્પોઝ કર્યું છે કે અલવિદાની વેદના સામે રહે. પ્રેમીઓ માટે કશું અલવિદા નથી હોતું. ફરી ફરી જુદી જુદી રીતે પાછું આવે છે. સ્મૃતિઓ તો દરિયામાં સુષુપ્ત મોજા જેવી છે, ફરી ઉછળવા માંડે. જેણે અલવિદા કરી તેણે તો કરી પણ એ આપણે નથી કરી. તે તો હજુ પણ ગાઇ છે, કલ્પે છે, ‘હમ થે દિલજલે, ફીર ભી દિલ કહે, કાશ મેરે સંગ આજ હોતે તુમ અગર, હોતી હર ડગર, ગુલસીતાં, તુમસે હે ખફા, હમનારાજ હે, દિલ હે પરેશાં, સોચા ન સૂના, તુને કયોં ભલા કહ દિયા અલવિદા અલવિદા અલવિદા…’ અમે જાત બાળનારા, હૈયા બાળનારા હતા તો પણ હૈયુ કહે છે કે કાશ તું મારી સાથે હોત તો આ બધા રસ્તા ગુલસીતાં, ફૂલોના બાગ હોત પણ જવા દે, અમે તમારાથી જ નારાજ છે, હૃદય પરેશાન છે. અમે વિચાર્યું ય નહોતું કે તે કેમ અલવિદા કહી દીધું? અલવિદા, અલવિદા, અલવિદા… જાણે જાતમાં જ પડઘા પડે છે આ અલવિદાના. હવે શું કહેવું તમે જ્યારે તે જ કહી દીધું અલવિદા? આ ગીત અમિતાભ વર્મા, કે. કે. અને પ્રીતમને એકાકાર રીતે પ્રગટ કરે છે. ત્રણે એ અલવિદાને એ રીતે સ્પર્શ્યુ છે કે પછી બચે છે તે સૂનકારભર્યું અલવિદા. અત્યારે કે. કે. ને ય પૂછવાનું થાય કે ‘અબ કહેના ઔર કયા જબ તુને કહ દિયા અલવિદા, અલવિદા…’ પણ આ તેનું પસંદ કરેલું અલવિદા નહોતું, એટલે ફરિયાદ ન કરી શકીએ. બસ, એટલું જ કહીએ અલવિદા, અલવિદા, અલવિદા…

Most Popular

To Top