Charchapatra

આર્યનની ધરપકડ બદઇરાદે થઇ?

આર્યનને નિર્દોષ હોવા છતાં 27 દિવસ જેલમાં રહેવું પડયું. કોઇ નિર્દોષ વ્યકિતને જેલવાસ ભોગવવો પડે અને અત્યંત લાંબી ખર્ચાળ કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડે એ ન્યાય કહેવાય એવું ન બને. તે માટે કોઇ મોનિટરિંગ મિકેનિઝમ સિસ્ટમ જરૂરી છે. આર્યન તો ઠીક છે કે કાનૂની જંગ માટે લાખો રૂપિયા ખર્ચવા સક્ષમ હતો પણ કોઇ સામાન્ય માણસ તપાસ એજન્સીની ભૂલ કે બદઇરાદા પ્રેરિત કાર્યવાદીનો ભોગ બને તો શું કરે? કોઇને એવો અન્યાય ન થાય. કોઇ નિર્દોષ માણસ બદનામ ન થાય. કોઇ નિર્દોષની જિંદગી કલંકિત ન બને અને તેના પરિવારજનોને આવી યાતના ન ભોગવવી પડે તે માટે તપાસ એજન્સીઓની જવાબદારી હોવી જોઇએ. નહિતર નિર્દોષ લોકો દંડાતા રહેશે અને ન્યાયતંત્ર ઉપરથી પણ લોકોનો વિશ્વાસ ઉઠી જશે. જય ન્યાયધીશ
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top