ગુજરાત: ગુજરાતમાં (Gujarat) વિધાનસભા ચૂંટણીનો (Election) ગરમાવો વધી ગયો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM તમામ પક્ષોની જેમ આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણીની તૈયારી કરી રહી છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે (Saturday) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમની પાર્ટી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લડશે. જો કે તેમની પાર્ટી (Party) કેટલી સીટો પર ચૂંટણી લડશે તે નક્કી નથી. ઓવૈસીએ કહ્યું કે મને ખાતરી છે કે AIMIM ગુજરાતના વડા સાબીર કાબલીવાલા આ અંગે યોગ્ય નિર્ણય લેશે. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું કે તેઓ પાર્ટીને મજબૂત કરવાના ઈરાદાથી ગુજરાત આવ્યા છે. વધારામાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પરિણામે ભુજમાંથી તેઓની પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડશે.
- AIMIM અમદાવાદ અને સુરતમાં નગરપાલિકાની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે
- AIMIM પક્ષ તરફથી ભુજમાંથી તેઓની પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડશે
- ગુજરાતમાં AIMIM કેટલી સીટો પર ચૂંટણી લડશે તે અંગે ગુજરાતના વડા સાબીર કાબલીવાલા નિર્ણય લેશે
- મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી પણ સારો દેખાવ કરશે તેવી અપેક્ષા
- ઓવૈસીએ કહ્યું કે તેઓ પાર્ટીને મજબૂત કરવાના ઈરાદાથી ગુજરાત આવ્યા
અસદુદ્દીને કહ્યું કે AIMIM અમદાવાદ અને સુરતમાં નગરપાલિકાની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટી પણ સારો દેખાવ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં ભાજપે 93 અને આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટી પોતાનું ખાતું પણ ખોલી શકી ન હતી.
ઓવૈસીએ મોહમ્મદ પયગંબર પરની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ દેશના શહેરોમાં થયેલી હિંસા પર પણ ટિપ્પણી કરી હતી. ઓવૈસીએ રાંચીમાં સાંપ્રદાયિક અથડામણને લઈને કેન્દ્ર પર નિશાન સાધા તેઓએ જણાવ્યું હતું કે “લોકશાહી માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે કોઈ હિંસા ન થાય અને તેને રોકવાની સરકારની ફરજ છે. રાંચીમાં લોકો પર ગોળીબાર થયો હતો. આવું ન થવું જોઈતું હતું.” જો કે આ ધટના પછી તેઓના વિરુદ્ઘ પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.