સુરત (Surat) : સુરત શહેર પોલીસના (Police) વહીવટ હાલમાં તો કોઇ અધિકારી (Officers) નહીં, પરંતુ કોઇ રાજકારણી (Politician) ચલાવી રહ્યું છે. લિંબાયતમાં ડી-સ્ટાફ (D Staff) સામે અને પોલીસ સામે ગંભીર ફરિયાદો (Complain) હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહી. હાલ મોબાઇલ સ્નેચિંગમાં (Mobil Snatching) યુવાનનું કમકમાટીભર્યુ મોત (Death) થયું તેમ છતાં કોઇ કાર્યવાહી અધિકારી કે પછી ડી-સ્ટાફ સામે કરાઇ નથી. આ જ રીતે પૂણામાં અગાઉ ફરજ બજાવતા પીઆઇ ગડરિયા સામે ગંભીર ફરિયાદો હોવા છતાં તેમને અમરોલી જેવું સંવેદનશીલ પોલીસ સ્ટેશન (Police Station) આપવામાં આવ્યું.
- સુરત પોલીસમાં કરપ્શન અને કોન્ટ્રાવર્સીમાં સંડોવાયેલા લાગવગીયા પીઆઇ સેફ ઝોનમાં !
- લિંબાયતમાં ચેઇન સ્નેચિંગમાં યુવાનનું મોત અને ચોવીસ જણાની જુગારની ક્લબમાં ધરપકડ, પણ કોઇ કાર્યવાહી નહીં
- મહિધરપુરામાં પીઆઇ ધુલિયા તપાસ રિપોર્ટમાં ક્યાંય નહીં અને બદલી કરાઇ
- અમરોલી પીઆઇ ગડરિયા સામે સંખ્યાબંધ ફરિયાદો છતાં કોઇ કાર્યવાહી નહીં
- સચિન જીઆઇડીસીના બલદાણિયા દારૂ કાંડમાં સંસ્પેન્ડ થયા પછી સીધું ઇનામ અપાયું
સચિન જીઆઇડીસીમાં (Sachin GIDC) તો હદ ત્યારે થઇ જ્યારે રાંદેરમાં સ્ટેટ વિજિલન્સની દારૂની (Liquor) રેડ (Raid) પછી સસ્પેન્ડ થયેલા બલદાણિયાને સચિન જીઆઇડીસીનો ચાર્જ સોંપી દેવાયો. જ્યારે હાલમાં મહિધરપુરા પીઆઇ ધુલિયાની જે રીતે બદલી (Transfer) કરવામાં આવી એ ચર્ચાનો વિષય બની છે. સુરતમાં હાલમાં રાજકાણીઓનો પ્રભાવ વધ્યો છે. તેમાં લિંબાયત જેવા પોલીસ સ્ટેશન ઉપરાંત બ્રાન્ચોમાં પણ રાજકીય આગેવાનોની સીધી દરમિયાનગીરી હોવાની વાત છે. લિંબાયત ડી-સ્ટાફ સ્થાનિક રાજકીય આગેવાનના ઘરે પડ્યોપાથર્યો હોય છે.
અલબત્ત, અગાઉ ઉધના પીઆઇ ગોહિલના થયેલા સસ્પેન્શન અને મહિધરપુરા પીઆઇની અચાનક બદલીએ સાબિત કર્યુ છે કે જો તમારી પાછળ કોઇ રાજકીય હાથ નથી તો તમારી નોકરી જોખમમાં છે. જ્યારે તમારી પાછળ મોટો હાથ હોય તો તમે શહેરમાં કાંઇ પણ કરી શકો છો. હાલમાં સુરતમાં સાત જેટલા પીઆઇ (PI) એવા છે કે જેઓ સામે ગંભીર ફરિયાદો છે. પરંતુ તેઓ સામે કાર્યવાહી નહીં પરંતુ તેઓને શિરપાવ આપવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનર અજય તોમરે (Surat Police Commissioner Ajay Tomar) લિંબાયતમાં તપાસ મૂકવામાં આવી હોવાની વાત કરી છે.