SURAT

સુરતના વડોદમાં પોલીસની સતર્કતાથી સચિન જીઆઇડીસી જેવો કાંડ થતો રહી ગયો

સુરત (Surat): સચિન જીઆઇડીસી (Sachin GIDC) ગેસકાંડની (Gas Scam) ઘટના પછી પાંડેસરા (Pandesara) પોલીસ પણ સજાગ થઈ છે. સુરતના વડોદ ગામે સાઇ ટિમ્બર ટ્રેડર્સની (Sai Timber Traders) ડાબી બાજુમાં આવેલા પ્લોટમાં લોકેશ ઉર્ફે લાદુલાલ નેનાલાલ ખટીક (ઉં.વ.૩૧) (ધંધો-ઓઇલ) (રહે., ૮/એફ, કેશવનગર, ભેસ્તાન ચાર રસ્તા, નવસારી રોડ, સુરત, મૂળ-ગામ-અટાલિયા, પોસ્ટ-કેલવા, થાના-રાજસમંદ, તા.કુબલગઢ, જિ.રાજસમંદ, રાજસ્થાન), સુરેશ રામલાલ ખટીક (ઉં.વ.૨૮) (ધંધો-ઓઇલ) (રહે.,બી-૧, ૧૫૫, માન સરોવર સોસા., ગોડાદરા, સુરત, મૂળ ગામ-રાજાજીકા કરેડા, થાના-કરેડા, તા.કરેડા, જિ.ભીલવાડા, રાજસ્થાન), ઓમપ્રકાશ શંકરલાલ રાવ (રહે.,માન સરોવર બંગ્લોઝ, અલથાણ) અને સોનુ ઉર્ફે ભૂપતિ પ્રભુ રાવ (રહે., આવિર્ભાવ સોસા, પાંડેસરા) ભાગીદારીમાં કેમિકલ કાઢવાનો ગેરકાયદે ધંધો કરી હજીરાથી ટેન્કરોમાં ભરી આવતું કેમિકલ ટેન્કરોના ડ્રાઇવર-કંડક્ટરો સાથે મળી કાવતરું રચી ડ્રાઇવર-કંડક્ટરને લાલચ આપી ટેન્કરોમાંથી કેમિકલની (Chemical) ચોરી (Theft) કરી રહ્યા હતા.

  • વડોદ પાસે ટેન્કરમાંથી જ્વલનશીલ કેમિકલ કાઢવાના મામલામાં 5 આરોપીની ધરપકડ, 5 ભાગી છૂટ્યા
  • હજીરાથી ટેન્કરોમાં ભરીને આવતું કેમિકલ ટેન્કરોના ડ્રાઇવર, કંડક્ટરો સાથે મળી કાઢી લેવાતું હોવાની બાતમીના આધારે આરોપીઓ પકડાયા

ગુરુવારે ટેન્કર નં.(GJ-19-X-6177)માં જ્વલનશીલ MONO ETHYLENE GLYCOL (MEG) કેમિકલ ભરેલ હોવા છતાં તે ટેન્કરની ટાંકીનું સીલ તોડી ઉપરના ટાંકાનું ઢાંકણું ખોલી તેમાં પાઈપ નાંખી કેમિકલ કાઢતાં 5 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. આ કેમિકલથી વિસ્ફોટ તેમજ આગ લાગવા જેવા બનાવો પામવાની શક્યતાઓ રહેલી હોવાનું જાણવા છતાં લોકોના જીવ જોખમાવી ટેન્કરના ડ્રાઇવરે MONO ETHYLENE_GLYCOL (MEG) કેમિકલ મૂળ માલિકને પહોંચાડવાને બદલે રસ્તામાં 120 કિલો જેટલો જથ્થો કાઢી લીધો હતો. પોલીસે રેડ કરી 5 આરોપી પાસેથી ૩૬,૧૯,૭૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

10 પૈકી 5 આરોપી પકડાયા
(૧) લોકેશ ઉર્ફે લાદુલાલ નેનાલાલ ખટીક, (૨) સુરેશ રામલાલ ખટીક, (૩) મનોજકુમાર લલનપ્રસાદ વર્મા, (4) નવરતન બંસીલાલ ખટીક, (૫) રાહુલકુમાર
રામકિશન યાદવ

5 આરોપી નાસી છૂટ્યા
(1) ઓમપ્રકાશ શંકરલાલ રાવ (રહે., માન સરોવર બંગ્લોઝ, અલથાણ, સુરત), (2) મનીષ શંકરલાલ રાવ (રહે., માન સરોવર બંગ્લોઝ, અલથાણ, સુરત), (3) સોનુ ઉર્ફે ભૂપતિ પ્રભુભાઇ રાવ (રહે., આવિર્ભાવ સોસા, પાંડેસરા ગામ), (4) પાંડેસરા જી.આઇ.ડી.સી. ખાતે, વડોદરા બેંકની બાજુમાં ગોડાઉન ધરાવતા જિગ્નેશ મહારાજ રાવલ, (5) પાંડેસરા જી.આઇ.ડી.સી., બેંક ઓફ બરોડાની બાજુમાં ગોડાઉન ધરાવતા સુરેશ મહારાજ.

Most Popular

To Top