દાહોદ: શહેરવાસીઓની હવે સહન કરવાની શક્તિ ખુટી રહી છે. આમેય દાહોદ શહેરમાં પાણી, રસ્તાઓ, ગંદકી વિગેરેની સમસ્યાઓ તો છે જ સાથે સાથે આ આડેધડ ખોદકામથી લોકો વધુ પરેશાન થઈ રહ્યાં છે. દાહોદ શહેર સ્માર્ટ સીટી જાહેર થયાને વર્ષાે વીતી ગયાં પરંતુ સ્માર્ટ સીતી અંતર્ગત ચાલતી કામગીરી હાલ પણ મંથર ગતિએ ચાલી રહી છે. બારેમાસ સ્માર્ટ સીટીના નામે આડેધડ ખોદકામ, કામગીરી સહિત અને કામગીરી કરવામાં આવી રહી છે અને તેમાંય ખાસ કરીને ખોદકામની કામગીરી તો દાહોદ શહેરવાસીઓ માટે માથાનો દુઃખાવો બની રહ્યો છે જ્યા જુઓ ત્યાં આડેધડ ખોદકામને પગલે જાહેર માર્ગાે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો, ધુળની ડમરીઓ, રસ્તાઓમાં ખાડાઓ વિગેરે સમસ્યાઓથી દાહોદ શહેરવાસીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે.
દર વર્ષે દાહોદ શહેરમાં કોઈને કોઈ કામ અર્થે શહેરના રસ્તાઓ ઉપર આડેધડ ખોદકામ કરી નાંખવામાં આવતાં હોય છે. પ્રિ – મોનસુનના બહાને, નવા રસ્તાઓ બનાવવાના બહાનેસ અને હવે તો સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતી કામગીરીના બહાને જાણે આડધેડ દાહોદ શહેરમાં ખોદકામ કરી નાંખવામાં આવતું હોવાના છડેચોક ચર્ચાઓ થઈ રહી છે જ્યાં જુઓ ત્યાં ખાડાઓ, ટ્રાફિક જામના દ્રશ્યો, ધુળની ડમરીઓથી દાહોદ શહેરવાસીઓ હેરાન પરેશાન થઈ ગયાં છે.
એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકો કલાકોનો સમય વીતી જાય છે અને ખાસ કરીને દર્દીને એમ્બ્યુલંશથી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે રસ્તામાં ટ્રાફિક જામના કારણે હોસ્પિટલ પહોંચવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતી કામગીરી કોઈને કોઈ દિવસે શહેરના અનેક વિસ્તારોમાં આડેધડ ખોદકામ કરી નાંખવામાં આવે છે. એક વિસ્તારમાં ખોદકામ પુર્ણ કરી દેવાયાં બાદ મહિના પછી ફરી એજ વિસ્તારમાં કોઈને કોઈને કામ અર્થે ફરી ખોદકામ આરંભ કરી દેવામાં આવતું હોય છે.
શું એક કામગીરીમાં સંપુર્ણ કામકાજ પુરૂ કેમ નથી કરી દેવામાં આવતું? વારંવાર એકજ સ્થળે ખોદકામ કરી નાંખતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમેય દાહોદ શહેર અનેક સમસ્યાઓથી ઘેરાયું છે અને તેમાંય હાલ પરિસ્થિતી એવી છે કે, સુવિધાના નામે માત્રને માત્ર પ્રજાજનોને લોલીપોપ અપાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણે કે, શહેરવાસીઓની હવે સહન કરવાની શક્તિ ખુટી રહી છે. આમેય દાહોદ શહેરમાં પાણી, રસ્તાઓ, ગંદકી વિગેરેની સમસ્યાઓ તો છે જ સાથે સાથે આ આડેધડ ખોદકામથી લોકો વધુ પરેશાન થઈ રહ્યાં છે. તંત્ર દ્વારા આ કામગીરી પુર ઝડપે અને જલ્દીથી જલ્દી પુર્ણ કરે તેવી લાગણી અને માંગણી શહેરવાસીઓમાં ઉઠવા પામી છે.