Charchapatra

ડૂબતાને બચાવવાની વ્યવસ્થા છે?

આપણે ત્યાં નદી કિનારા અને દરિયા કિનારા હરવા ફરવા માટે વ્યવસ્થાને અભાવે ઘાતક ગોઝારા સાબિત થઇ રહ્યા છે. તાજેતરમાં સુંવાલીમા દરિયો ન્હાવા પડેલા 4 મિત્રો અને નર્મદામાં ન્હાવા પડેલા એક જ પરિવારના 4 સભ્યો પાણીમાન ગરક થઇ ડૂબી મરવાની અરેરાટી જન્માવતી ઘટના બની છે. આવું લગભગ પ્રતિ વર્ષ બને છે. પરંતુ સરકારની આંખ ઉઘડતી નથી. સરકાર યાત્રા ધામોના વિકાસના બણગાં ફૂંકતાથાકતી નથી. ગુજરાત પાસે 1600 કિ.મી. લાંબો દરિયા કાંઠો અને નયનરમ્ય નદી કિનારા ઠેર ઠેર આવેલા છે ત્યાં હરવા ફરવાની શોખીન ગુજરાતી પ્રજા જે સારું તરવાનુંજાણતી નથી તે જીવના જોખમે આવી જગ્યાઓએ જાય છે અને દર વર્ષે આવી ગોઝારી દુર્ઘટનાઓ બને છે.

સરકાર આવા સ્પોટ ઉપર માત્ર બોર્ડ લગાવીને બેસી રહે છે તેને બદલે આવા પિકનિક સ્પોટની યાદી બનાવી જયાં રજાઓમાં લોકો ફરવા આવતા હોય ત્યાં ડૂબતાને બચાવવાની વ્યવસ્થા કરે જેમા સ્થાનિક તરવૈયા યુવાનોને ડૂબતાને બચાવવાની તાલીમ આપી માનદ વેતને નોકરી આપે. સુંવાલી, રાજગતિ, તિથલ, ઉભરાટ, હજીરા, ડભારી જેવા પોઇન્ટો ઉપર ચોકી બનાવી પેટ્રોલીંગ બોટ તૈનાત કરે અને ત્યાં સ્થાનિક લેવલે લોકો પ્રવાસીઓને ડૂબતા બચાવે તેવા બોયા, રીંગ, લાઇફ સેવિંગ જેકેટ વિ. કલાક દીઠ વ્યાજબી ભાડે પ્રવાસીઓને આપે તેવી વ્યવસ્થા કરે અને પ્રવાસીઓ બોયારીંગ કે લાઇફ જેકેટ વિના દરિયામાં ન પડે તેવી કડક વ્વયસ્થા કરે તો નદીમાં કે દરિયામાં બનતી અનેક ગોઝારી દુર્ઘટનાઓ ટાળી શકાય. ગુજરાત સરકાર પ્રવાસન મંત્રી ધ્યાન આપશે?
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top