National

અલકાયદાએ આપેલી ઘમકી પછી મહારાષ્ટ્રમાં હાઈએલર્ટ, અમદાવાદમાં ડ્રોનથી રખાશે નજર

નવી દિલ્હી: આતંકવાદી સંગઠન (Terrorist organization) અલ કાયદાએ ભારતના (India) ગુજરાત, UP, મુંબઈ અને દિલ્હીમાં હુમલો (Attack) કરવાની ધમકી આપી છે. ન્યૂઝ ચેનલ પર ડિબેટ (Debate) દરમિયાન બીજેપી (BJP) પ્રવક્તા નૂપુર શર્માની મોહમ્મદ પયગંબર વિરુદ્ધ કરેલી ટીપ્પણીના વિવાદ બાદ આતંકી સંગઠને હુમલાની ધમકી આપી છે. તેણે જણાવ્યું કે અમારા પયગંબરનું અપમાન કરવાની હિંમત કરનારાઓને અમે મારી નાંખીશું. આતંકી સંગઠનની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ (Security Agency) એલર્ટ (Alert) થઈ ગઈ છે. અલકાયદાએ આપેલી આ ધમકી પછી મહારાષ્ટ્ર (maharastra) હાઈ એલર્ટ પર છે. મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોને લઈને હાઈ એલર્ટ જાહેર થયું છે. મળતી માહિતી મુજબ કાનપુરમાં જેમ પથ્થરમારાની ઘટના ઘટી હતી તેવી ઘટનાને મહારાષ્ટ્રમાં થઈ શકે છે. મહારાષ્ટ્ર સરકારે આ માટે કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી નજર રાખવાની સૂચના આપી છે.

અમદાવાદમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ કરશે
બીજી તરફ દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની આતંકવાદી સંગઠને ધમકી આપતા ગુજરાત પોલીસ પણ એલર્ટ બની છે. પ્રથમવાર આકશમાં ડ્રોનની સંખ્યમાં વધારો કરાશે અને આકાશી સર્વેલન્સ માટે જેટપેક ડ્રોન ચાંપતી નજર રાખશે. જેમાં ટ્રેઈન વ્યક્તિ ડ્રોન સાથે ઉડશે.  મળતી માહિતી મુજબ એક હજારથી વધુ કેમેરા અને CCTV સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. બીજી તરફ 1 જુલાઈએ અમદાવાદ શહેરમાં જગન્નાથ રથયાત્રા નીકળશે. પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ લોકો વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટેનું પ્લાનિંગ કર્યું છે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડશે. જેના કારણે અહીં પોલીસ અત્યારથી જ એલર્ટ મોડ પર છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ વખતે રથયાત્રા સાથે સંકળાયેલી તમામ વસ્તુ જેવી કે અખાડા, રથ, ટ્રક વગેરેને GPSથી કનેક્ટ કરવામાં આવશે. આ ઉપરાંત રૂટના તમામ ટ્રક, હાથી અને ભજન મંડળીઓમાં GPS સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ખાસ એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેની અંદર સ્થાનિક અને બહારથી આવેલા પોલીસ કર્મીઓ જે સ્થળે ઉભા રહેશે તેઓની આસપાસ કોઈ હિસ્ટ્રીશીટર અસામાજિક તત્વો કે કોઈ ગુનામાં સંડોવાયેલા લોકો નજીકમાં હશે તો તેની જાણ એપ્લિકેશન દ્વારા થઈ જશે.

Most Popular

To Top