Entertainment

રશ્મિકા ’શ્રીવલ્લી’એ પકડી બોલિવૂડની ગલી

jશ્મિકા મંદાના હિન્દી ફિલ્મની મોટી સ્ટાર બની શકે છે? ‘પુષ્પા – ધ રાઈઝ’ની જબરદસ્ત સફળતા પછી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના બંને હિન્દી ફિલ્મના ટોપ સ્ટારની ઇચ્છા રાખી શકે તેવું જરૂર છે પણ અલ્લુ અર્જૂન કદાચ એવી ઇચ્છા ન જ રાખતો હશે કારણ કે તે તેનું સાઉથનું ગ્રાઉન્ડ છોડી શકે એમ નથી. રશ્મિકા મંદાનાનું એવું નથી અને એવું એટલા માટે કહી શકાય કે ‘પુષ્પા:ધ રાઈઝ’ તો ડબ્ડ ફિલ્મો હતી પણ પછી તેણે મુંબઇની ત્રણ હિન્દી ફિલ્મો સ્વીકારી અને તેમાંની એક ‘મિશન મજનૂ’ હમણાં રજૂ થઇ રહી છે. હકીકતે તો તેની ત્રણમાં એક ‘પુષ્પા: ધ રાઈઝ’નો બીજો ભાગ બની રહ્યો છે તે પણ ઉમેરવી રહી.એટલે કે ફરી શ્રીવલ્લી તરીકે પાછી ફરશે.

અત્યાર સુધી તે ડબ્ડ ફિલ્મોથી હિન્દી પ્રેક્ષકો સામે આવી પણ હવે તે સીધી આવી રહી છે. તેણે ‘મિશન મજનૂ’ ફિલ્મ કેમ સ્વીકારી તે વિશે ય વચ્ચે બોલી હતી અને કહ્યું હતું. કે મારી આ પહેલી બોલીવુડ ફિલ્મ છે અને પ્રથમ હોય તે હંમેશ ખાસ હોયછે. ‘મિશન મજનૂ’એ મને સીમા ઓળંગવામાં મદદ કરી છે. મારું હૃદય ખુશ છે કે હું હિન્દી સિનેમાની જર્ની શરૂ કરી રહી છું. આ ફિલ્મનું પહેલીવાર નેરેશન સાંભળ્યું ત્યારે જ મને ખબર હતી કે હું હા પાડવાની છું. આ પ્રકારનું પાત્ર મેં અગાઉ ભજવ્યું પણ નથી. દક્ષિણમાંથી અહીં કામ કરવું તે અનુભવ જ જૂદો છે.

રશ્મિકાની આ વાતમાં જણાશે કે તે હિન્દી ફિલ્મોમાં કારકિર્દી બનાવવા બાબતે ખૂબ ઉત્સાહી છે. માત્ર તે નહીં હિન્દી ફિલ્મોના નિર્માતા પણ તેને પોતાની ફિલ્મોમાં લઇ રહ્યા છે અને એ કારણે જ વિકાસ બહલની ‘ગુડબાય’માં પણ તે આવી રહી છે. ‘ગુડબાય’ની 150 પાનાની પટકથા તેણે દોઢ જ કલાકમાં વાંચી કાઢેલી અને લાગેલું કે આ પાત્ર માટે તે એકદમ તૈયાર છે આમ પણ તેમાં તે પહેલીવાર અમિતાભ બચ્ચન સાથે કામ કરે છે તો કેની હિંમત કે ના પાડે? પણ હિન્દી સાથે જ તે ‘સીતા રામ’, ‘થલપ થી 66,’ ‘એસકે 21’ જેવી સાઉતની ફિલ્મો તો કરી જ રહી છે. પણ માને છે  કે હવે હિન્દી અને સાઉથની ફિલ્મો વચ્ચે સરહદો નથી રહેવાની હિન્દી ફિલ્મોએ પણ હવે અન્ય ભાષામાં ડબ્ડ થઇ શકે એવા વિષય અને ટેકનીક સાથે ફિલ્મો બનાવવી જ પડશે. રશ્મિકાની પહેલી નજર ‘મિશન મજનૂ’ પર જો એ સફળ રહી તો વધારે ઝનૂન સાથે હિન્દી ફિલ્મી સ્વીકારશે. •

Most Popular

To Top