National

લખનૌમાં PUBG ગેમ રમવાની ના પાડતા પુત્રએ કરી માતાની હત્યા, બહેનની સામે જ મારી ગોળી

ઉત્તર પ્રદેશ: આજના યુવકો મોબાઈલ(Mobile)માં ગેમ(Game) રમવાની લતનાં શિકાર બની રહ્યા છે. પરંતુ ગેમ રમવાની આ લતનાં કારણે એક હસતું રમતું પરીવાર વિખેરાઈ ગયું. લખનૌ(Lucknow)માં માતાએ PUBG ગેમ રમવાની ના પાડતા રોષે ભરાયેલા પુત્ર(Son)એ પિતા(Father)ની પિસ્તોલ(Gun)થી જ માતા(Mother)ની હત્યા(Murder) કરી દેતા ચકચાર મચી જવા પામી છે. ચોંકાવનારી વાત તો એ છે આ સગીર છોકરાએ પોતાની બહેનની સામે જ માતાની હત્યા કરી દીધા બાદ બહેનને ધમકી આપી હતી. તેમજ પોતે ત્રણ દિવસ સુધી લાશ પાસે જ બેસી રહ્યો હતો.

માતાની હત્યા બાદ પુત્રએ તેની લાશને ત્રણ દિવસ સુધી ઘરમાં જ રાખી મૂકી હતી. જો કે પાડોશીઓને ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતા તેઓએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને ઘરમાં સગીર ભાઈ-બહેન મળ્યા હતા. પરંતુ જ્યારે તેઓએ અંદરના બેડરૂમનો દરવાજો ખોલ્યો તો ત્યાના દ્રશ્યો જોઇને તમામ ચોંકી ઉઠ્યા હતા.

રૂમની અંદર મહિલાની લાશ જોઈને પોલીસ ચોંકી ઉઠી
રૂમની જે લાશ હતી તે બે બાળકોની માતાની હતી અને આ સમગ્ર ઘટના હત્યાની હતી. પરંતુ આ હત્યા પાછળની કહાની એવી છે કે દેશના દરેક માતા-પિતાના હોશ ઉડી જાય. મોબાઈલમાં ગેમ રમવાની લતએ પુત્રને તેની જ માતાનો હત્યારો બનાવી દીધો હતો. હત્યારો પુત્ર બે દિવસ સુધી માતાની લાશ સાથે ઘરમાં જ રહ્યો હતો.

માતાએ PUBG રમતા અટકાવ્યો તો હત્યા કરી દીધી
મોબાઈલમાં ગેમ રમવાનીની લતથી મજબૂર પુત્રએ તેની માતાનો જીવ લીધો તે માનવું મુશ્કેલ છે, પરંતુ લખનૌ પોલીસનો દાવો છે કે તેણે આ હત્યા કેસને થોડા કલાકોમાં ઉકેલી લીધો છે. આરોપી સગીરે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેની માતા તેને મોબાઈલ પર PUBG ગેમ રમવાની નાં પાડતી હતી. શનિવારે રાતે પણ તેણે ગેમ રમતો અટકાવ્યો હતો. પુત્ર આ વાતથી નારાજ હતો. લગભગ 2 વાગ્યે જ્યારે સાધના ઊંધમાં હતી ત્યારે પુત્રએ માળિયામાંથી પિતાની પિસ્તોલ કાઢીને માતાની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પુત્રએ પિતા નવીનને વીડિયો કોલ કરીને જણાવ્યું કે તેણે પોતાની માતાની હત્યા કરી દીધી છે. તેણે પિતાને લાશ પણ બતાવી હતી. જેથી નવીને તેમના એક સંબંધીને ફોન કરીને તાત્કાલિક પોતાના ઘરે મોકલ્યો હતો.

દુર્ગંધ પડોશીઓ સુધી પહોંચી અને રહસ્ય ખુલ્યું
જ્યારે પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે હવામાં દુર્ગંધ અને સુગંધ બંને ભોળવાયેલી હતી. આનું કારણ એ હતું કે જ્યારે મૃતદેહમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે આરોપી પુત્રએ તેને છુપાવવા માટે ઘરમાં રૂમ ફ્રેશનર છાંટ્યું હતું. આમ છતાં મૃતદેહની દુર્ગંધ પડોશીઓ સુધી પહોંચી અને આ સમગ્નોર કાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે મંગળવારે મોડી રાતે બહારનો ગેટ ખોલ્યો તો ઘરની અંદરથી ભયંકર ગંધ આવી રહી હતી. પોલીસ નાક પર રૂમાલ રાખીને અંદર દાખલ થઈ તો બેડ પર સાધનાની લાશ પડી હતી. મૃતદેહ સડી ગયો હોવાને કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. પોલીસનો દાવો છે કે પુત્રએ બહેનની સામે માતાને ગોળી મારી હતી. આ ઘટનાને કારણે તે એટલી ડરી ગઈ કે ભાઈના કહેવા પર તે લાશની સાથે જ સૂઈ રહી હતી.

બર્થ-ડેની રાતે થયો હતો માતા-પુત્રનો ઝઘડો
પોલીસે પુત્રની પૂછપરછ કરી, જોકે તેણે માતાને કેટલી ગોળી મારી એ માહિતી આપી નહોતી. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસનું કહેવું છે કે માતા કોઈ વાતથી નારાજ થઈને પુત્રને સતત હેરાન કરી રહી હતી. ઓક્ટોબરમાં પુત્રનો જન્મદિવસ હતો. બર્થડેની રાતે માતાએ કોઈક એવી ફરિયાદ પિતાને કરી હતી, જેના કારણે બંનેમાં ખૂબ જ વિવાદ થયો હતો. એ પછીથી સાધના સતત પુત્રને હેરાન કરી રહી હતી. ઘટનાના બે દિવસ પહેલાં 10 હજાર રૂપિયાની ચોરી કરવાનો આરોપ લગાવીને તેણે પુત્રને માર્યો હતો. એ જ દિવસે તેણે માતાની હત્યા કરવાનું વિચારી લીધું હતું.

પિતાની લાયસન્સવાળી રિવોલ્વર વડે હત્યા
વારાણસીના રહેવાસી નવીન કુમાર સિંહ સેનામાં જુનિયર કમિશન્ડ અધિકારી છે. તેમનું પોસ્ટિંગ હાલ પશ્ચિમ બંગાળમાં છે. લખનઉની પીજીઆઈ વિસ્તારમાં યમુનાપુરમ કોલોનીમાં તેમનું મકાન છે. ત્યાં તેમની પત્ની સાધના(40 વર્ષ) પોતાના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની છોકરીની સાથે રહેતી હતી. પિતાએ લાયસન્સવાળી રિવોલ્વર ઘરમાં મૂકી દીધી હતી. પરંતુ તેમને સપને પણ ખ્યાલ ન આવ્યો કે ઘરમાં રહેલી આ જ રિવોલ્વર તેના ઘરને તબાહ કરી દેશે. પરંતુ આ જ થયું. રોષે ભરાયેલા પુત્રના હાથે પિસ્તોલથી હસતું-રમતું ઘર તોડી નાખ્યું. હાલ પોલીસે પુત્રને પોતાની કસ્ટડીમાં લઈને 10 વર્ષની છોકરીને નવીનના ભાઈને સોંપી દીધી છે.

Most Popular

To Top