જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના નાપાક ષડયંત્રને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યું હતું. BSFના જવાનોએ મંગળવારે જમ્મુ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર એક ડ્રોન જોયું હતું. જેના પર સુરક્ષા દળોએ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ડ્રોને ભારતીય સરહદમાં IED બોમ્બ ફેંક્યો હતો. આ બોમ્બને સુરક્ષા દળોએ ડીફ્યુઝ કરી દીધા છે. તેમજ આ મામલે કેસ દાખલ કર્યો છે.
અખનૂર વિસ્તારમાં લગભગ 800 મીટરની ઉંચાઈથી ઉડી રહ્યું ડ્રોન
બીએસએફનાં જવાનોને મંગળવારે રાત્રે અખનૂરના કાનાચક વિસ્તારમાં એક શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળતું હતું. જેના પગલે સુરક્ષા દળો સતર્ક થઇ ગયા હતા. સૈનિકોએ આ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું. તેમજ ડ્રોન સાથે જોડાયેલ પેલોડને નીચે લાવવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ શંકાસ્પદ ડ્રોનમાંથી લટકતી વસ્તુઓને નીચે ઉતારી હતી. જેની તપાસમાં જાણવા મળ્યું કે તે IED બોમ્બ છે. જેના પગલે સેનાના અધિકારીઓ આ બોમ્બને નિષ્ક્રિય કરવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા.
ગુંજારવાનો અવાજ સાંભળતા સેના સતર્ક થઇ
અખનૂર વિસ્તારમાં લગભગ 800 મીટરની ઉંચાઈથી ગુંજારવાનો અવાજ સાંભળીને એલર્ટ સેનાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગુંજારવાનો સૂચવે છે કે એક ડ્રોન આસપાસ ઉડી રહ્યું છે. અવાજ સંભાળતા સેનાના અધિકારીઓ સતર્ક થઇ જાય છે.જો કે ડ્રોન ઝડપાયા બાદ તુરંત જ પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી હતી અને ડ્રોન વિરોધી એસઓપીનું પાલન કરવામાં આવ્યું હતું.
IED બોમ્બ બાળકોના ટિફિન બોક્સમાં મુક્યો હતો બોમ્બ
પેલોડમાં બાળકોના ટિફિન બોક્સની અંદર પેક કરાયેલા 3 ચુંબકીય IEDs બોમ્બ મુકવામાં આવ્યા હતા. આ તમામા બોમ્બમાં અલગ-અલગ સમય માટે ટાઈમર સેટ કર્યા હતા. બાદમાં તેને સુરક્ષા દળોએ આ બોમ્બને ડીફ્યુઝ કરી દીધા હતા. તેમજ આ સમગ્ર મામલે કેસ નોંધ્યો છે.
એલઓસી સંપૂર્ણ નિયંત્રણમાં
જમ્મુના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP), મુકેશ સિંઘે જણાવ્યું હતું કે પેલોડમાં ટાઈમર સેટ સાથે ટિફિન બોક્સની અંદર પેક કરાયેલા ત્રણ મેગ્નેટિક આઈઈડી હતા. IEDs નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારત-પાકિસ્તાન સરહદે દરેક જગ્યાએ ડ્રોનનો ખતરો છે, પરંતુ સુરક્ષા દળો સરહદ પારથી કોઈપણ નાપાક ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે સતર્ક છે. તેમણે કહ્યું કે સરહદ પર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સેના અને બીએસએફનાં જવાનોનું એલઓસી પર સંપૂર્ણ નિયંત્રણ છે.