આપણાં દેશમાં કોઈ મંત્રીની સામે ભષ્ટ્રાચારનો આક્ષેપ થાય એ કોઈ નવી વાત નથી પણ આ આક્ષેપને પગલે તે મંત્રીને મંત્રીપદ ઉપરથી હટાવાય એ વાત ચોક્કસ નવી જ કહેવાય. તાજેતરમાં પંજાબની ભગવંત માન સરકારે ભષ્ટ્રાચાર સામે મહત્વપૂર્ણ પગલું ભરી આપ સરકારે પોતાના જ કેબિનેટ મંત્રીને મંત્રી પદેથી હટાવી દીધા છે. દેશના હાલના રાજકારણમાં નીતિમત્તા અને સિધ્ધાંતોના મૂલ્યો નું કોઈ ખાસ મહત્વ રહ્યું નથી. ત્યારે ભષ્ટ્રાચાર સહન ન કરવા માંગતી આપ સરકારે સાચે જ પ્રશંસનીય અને સરાહનીય કાર્ય કર્યુ છે. તેમાંથી બીજા પક્ષની સરકારો એ અને બીજા નેતાઓએ પ્રેરણા લેવાની જરૂર છે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પંજાબના મુખ્યમંત્રીએ એક દાખલો ચોક્કસ બેસાડયો છે
By
Posted on