સુરત: ગુજરાત બોર્ડનાં ધોરણ 10ના પરિણામમાં સુરત જીલ્લો પ્રથમ આવ્યો છે. સૌથી વધુ સુરત જીલ્લાનું 75.64 ટકા પરિણામ નોંધાયું છે.આ સાથે જ A-1 અને A-2 ગ્રેડમાં પણ સુરતનાં વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ પરિણામ સાથે સુરતના 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ આનંદમાં આવી ગયા હતા અને ગરબે ઘૂમ્યા બાદ ઢોલના તાલે ડાન્સ કર્યો હતો.
સતત ત્રીજા વર્ષે A-1,A-2 અને B-1,B-2 ગ્રેડનાં સુરત પ્રથમ
સુરતનાં વિદ્યાર્થીઓ દર વર્ષે A-1 અને A-2 ગ્રેડમાં બાજી મારે છે. ત્યારે આ વખતે સતત ત્રીજા વર્ષે સુરતનાં વિદ્યાર્થીઓ A-1 અને A-2 ગ્રેડમાં પ્રથમ આવ્યા છે. સુરતમાં 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A-2માં 9274, B-1માં 13371, B-2માં 15180, C-1માં 13360, C-2માં 6256 અને Dમાં 329 વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે.
સુરત જિલ્લામાં 14 શાળાનું 100% પરિણામ
સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. તો આ સાથે સુરત જીલ્લામાં 14 જેટલી શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે 178નું 99 ટકા, 193નું 90 ટકા, 152નું 80 ટકા, 105નું 70 ટકા, 80નું 60 ટકા, 52નું 50 ટકા, 24નું 40 ટકા, 9નું 30 ટકા, 6નું 20 ટકા અને માત્ર 4 શાળાનું 10 ટકા પરિણામ આવ્યું છે.
સુરતનાં સેન્ટર પ્રમાણે પરિણામ
| કેન્દ્ર | પરિણામ(ટકાવારીમાં) |
| સુરત નોર્થ | 62.22 |
| ભાગળ | 40.70 |
| નાનપુરા | 77.38 |
| રાંદેર | 71.63 |
| વરાછા | 87.35 |
| ઉધના | 73.57 |
| અમરોલી | 75.29 |
| સચિન | 70.29 |
| કતારગામ | 84.90 |
| વેડરોડ | 80.58 |
| અડાજણ | 86.44 |
| અઠવા | 91.42 |
| એલ.એચ રોડ | 78.27 |
| પુણાગામ | 83.41 |
| ભટાર | 82.10 |
| ડીંડોલી | 71.10 |
| લીંબાયત | 64.00 |
| પાંડેસર | 64.37 |
સુરત જીલ્લાનું સેન્ટર પ્રમાણે પરિણામ
| કેન્દ્ર | પરિણામ |
| ઓલપાડ | 65.28% |
| બારડોલી | 66.24% |
| કઠોર | 66.52% |
| કોસંબા | 64.10% |
| માંડવી | 56.04% |
| મહુવા | 79.22% |
| સાયણ | 61.57% |
| ગંગાધરા | 60.00% |
| મઢી | 64.94% |
| લવાછા | 73.64% |
| વાંકલ | 79.58% |
| અનાવલ | 65.94% |
| કીમ | 69.50% |
| દામકા | 73.42% |
| ચલથાણ | 69.74% |
| પલસાણા | 57.03% |
| ગોડસંબા | 81.94% |
| કામરેજ | 81.51% |
| કરચેલીયા | 73.76% |
| કડોદ | 52.62% |
| ઉમરપાડા | 74.24% |
| ઝંખવાવ | 49.57% |
| સેગવાછમા | 73.97% |
| સરભોણ | 86.53% |
| અરેઠ | 77.18% |
| માંગરોળ | 71.94% |
| ગામતળાવ ખુર્દ | 71.63% |
| વલવાડા | 72.36% |
| ઓરણા | 84.34% |