Gujarat

ધોરણ 10નું 65.18% પરિણામ જાહેર, 75.64% પરિણામ સાથે સુરત જિલ્લાએ બાજી મારી

ગાંધીનગર: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આ વખતે સુરત જિલ્લાનું પરિણામ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. આ વખતે પણ વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીનીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.

સૌથી વધુ A-ગ્રેડ સુરત જિલ્લામાં આવ્યા
ગુજરાત શિક્ષણ બોર્ડનું લેવામાં આવેલી ધોરણ 10નું પરિણામ 6 જૂનના રોજ સવારે 8 વાગ્યે વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. જેમાં સૌથી વધુ A ગ્રેડ ધરાવતા જિલ્લામાં સુરત પ્રથમ સ્થાને છે. કોરોના બાદ ધોરણ 10નું રિઝલ્ટ સારૂ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. સુરતમાં 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A-2માં 9274, B-1માં 13371, B-2માં 15180, C-1માં 13360, C-2માં 6256 અને Dમાં 329 વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે.

અમદાવાદ અને રાજકોટનું પરિણામ
ધોરણ 10નું પરિણામ અમદાવાદ શહેરમાં 63.18 ટકા અને આ સાથે જ ગ્રામ્ય વિસ્તારનું પરિણાં 63.98 ટકા આવ્યું છે. અમદાવાદમાં 586 વિદ્યાર્થીઓ અને ગ્રામ્યમાં 594 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉતીર્ણ થયા છે. શહેરમાં B1 અને C2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ સાથે જ રાજકોટ જિલ્લામાં પણ પરિણામ સારૂ જોવા મળ્યું હતું. રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં રૂપવતી કેનદ્રમાં સૌથી વધુ 94.80 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષ 2021 કરતા 2022માં 8.78 ટકા પરિણામ વધુ આવ્યું છે. ગત વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામ 64.08 ટકા પરિણામ આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 1561, A2 ગ્રેડમાં 4562, B1 ગ્રેડમાં 6637, B2 ગ્રેડમાં 7293, C1 ગ્રેડમાં 6110, C2 ગ્રેડમાં 2263, D ગ્રેડમાં 73, E1* ગ્રેડમાં 0, E1 ગ્રેડમાં 5446 અને E2 ગ્રેડમાં 5170 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં 30 ટકાથી ઓછા પરિણામવાળી સ્કૂલની સંખ્યા 69 છે.

વડોદરાનું 61. 21 ટકા પરિણામ
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં 478 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ,2505 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યા છે. વડોદરા શહેર જિલ્લામાં ધો.10ના 70,494 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

Most Popular

To Top