Charchapatra

વિશ્વ તમાકુ નિષેધ દિવસ ગયો, તમારામાં કોઇ ફરક પડયો?

એવું કહેવાય છે કે તંબાકુના સેવનથી દર વર્ષે દુનિયાના 8 મિલિયન લોકો પ્રભાવિત(રોગિષ્ઠ) થાય છે. ભારત તંબાકુના નિકાસમાં બ્રાઝીલ, ચીન, અમેરિકા, મલાવી અને ઇટલી પછી છઠ્ઠા ક્રમે આવે છે. તમાકુના ખેતરને કાંટાળી વાડ કે વાડ એટલા માટે લગાડવી પડતી નથી કે રખડતા ઢોરોને પણ ખબર છે કે તંબાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી તેઓ તંબાકુના ખુલ્લા ખેતરમાં પણ ઘૂસતા નથી. પણ ઉત્પાદક અને સરકાર તેમની કમાણી (આવક)ને ધ્યાને લઇ ઉત્પાદન કરે છે અને વેચાણ પર ભારે ટેક્ષ નાંખી રાજી થાય છે.

જ્યારે તેનું સેવન કરનાર આંખથી માંડીને શરીરના તમામ અંગોને ગંભીર – રીપેરીંગ ન થાય તેવું નુકસાન ભોગવીને પણ તંબાકુનું સેવન જુદી – જુદી રીતે કરી રાજી રહે છે. જો ઉત્પાદક, સરકાર અને સેવનકર્તા રાજી રહેતા હોય તો આમજનતા કશું જ ન કરી શકે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન 1988થી 31મી મેના રોજ વિશ્વ તંબાકુ નિષેધ દિવસ ઉજવે છે, પણ તેની અસર થતી નથી. આપણે કેમ સમજતા નથી જે તમાકુ મારે છે તેનું સેવન કરવાનું?
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top