આજે લગભગ ગીરમાં 600 સિંહ છે, જે 1500 સ્કવેર મીટરના એરિયામાં રહે છે. હવે આટલો એરિયા એને નાનો પડે છે. રાજાને મુક્તપણે રહેવામાં મુશ્કેલી પડે છે. એટલે જ સિંહ, દીપડા શિકાર કરવા રાત્રે આજુબાજુના ગામ જુનાગઢ પાસે હસાનપુર, ગોલઘર, જાંબુડી, અમરેલી પાસે અમરાપુર, દેવગામ, બામણીયા ગામમાં પ્રવેશ કરે છે અને ગામની સીમમાં ઢોર, કુતરાનું મારણ કરી જાય છે. કિસાનો ગૌશાળા અને રહેવાસીઓને પણ ડર રહે છે. વન્ય પ્રાણી માટે આપણે વધારે જગ્યા ફાળવવી જોઈએ. આપણો કોઈ અધિકાર નથી કે એમને આપણાં લીધે જંગલની બહાર જવું પડે. આજે ગીરમાં નીલગાય, ચિંકારા, ચીંતલ, દીપડા, હરણ, વાઈલ બર્ડનો વસવાટ છે. વન્ય પ્રાણીને આપણે સાચવી લેવા જોઈએ. ગીરના સિંહ ગુજરાતની આન-બાન-શાન છે.
સુરત – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સાસણ ગીર સિંહ માટે નાનું પડે છે
By
Posted on