ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (UP) અયોધ્યામાં (Ayudhya) સીએમ (CM) યોગી આદિત્યનાથ બુધવારે ગર્ભગૃહનો શિલાન્યાસ કરશે. અહીં યોજાનારી પૂજામાં તેઓ ભગવાનને પ્રાર્થના કરશે. રામજન્મભૂમિ સંકુલમાં થનાર કાર્યક્રમની તમામ તૈયારીઓએ જોર પકડ્યું છે. અયોધ્યા મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. કમિશ્નર, જિલ્લા મેજિસ્ટ્રેટ, આઈજી રેન્જ અને એસએસપીએ અયોધ્યામાં થનાર આ કાર્યક્રમ પહેલા રામ જન્મભૂમિ સંકુલનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમ માટે રામજન્મભૂમિ સંકુલમાં ભવ્ય પંડાલ ઉભો કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા મઠ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને આરએસએસના અધિકારીઓ રામ જન્મભૂમિ સંકુલમાં હાજર રહેશે. રામલલાના ગર્ભ ગ્રહના નિર્માણ માટે કોતરવામાં આવેલા ગુલાબી પથ્થરો પણ અયધ્યા પહોંચી ગયા છે. હવે તમામ રામ ભક્તો આ કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ સીએમ યોગી અયોધ્યામાં સવારે 9.15 કલાકે હનુમાનગઢીની પૂજા કરશે. ત્યાર પછી 15 મિનિટબાદ એટલેકે સવારે 9:30 વાગ્યે રામ જન્મભૂમિ સંકુલમાં રામલલાના ગર્ભગૃહના નિર્માણનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે.
બપોરે 12:10 કલાકે રામલલા સદનમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પણ સીએમ યોગી હાજરી આપશે.
જાણો કોણે કેટલા રૂપિયા દાન કર્યું હતું
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દેશભરમાં લોકો પાસે ફાળો ઉઘરાવી રહી હતી તે સમયે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે અયોધ્યાના ભવ્ય રામ મંદિરને 5 લાખ અને એક સો રૂ.નું દાન આપ્યું હતું. વર્ષો પછી રામ મંદિરની વિવાદિત જગ્યા પર રામ મંદિર જ બનશે એવો SCએ ચૂકાદો આપ્યા પછી ભવ્ય મંદિરના નિર્માણ માટે જોર શોરથી તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી. દેશના અલગ અલગ રાજ્યોમાં 27 ફેબ્રુઆરી સુધી રામ મંદિર માટે દાન એકઠ્ઠુ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભકતોએ દિલ ખોલીને દાન આપ્યું હતું.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ફંડ માટે 1 લાખનો ચેક આપ્યો હતો. આ પ્રસંગે તેમણે હિન્દીમાં ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, ‘રામ મંદિરના નિર્માણમાં મારા પરિવાર તરફથી પણ એક ઇંટ મૂકવામાં આવશે. આ રામ મંદિર નહીં, રાષ્ટ્રીય મંદિર હશે’. પટણામાં સમર્પણ નિધિ સંગઠન અભિયાનની શરૂઆત કરતા ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે, “હું આશા રાખું છું કે બિહારનો દરેક હિન્દુ પરિવાર સુંદર મંદિર નિર્માણમાં ફાળો આપે. મને ખાતરી છે કે મંદિર માટે જે પણ ભંડોળ જરૂરી છે, તે અમને મળશે. તે લોકોના સહકારથી મળશે.’.