નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શિમલાના (Shimla) ઐતિહાસિક રિજ મેદાન પરથી દેશને સંબોધી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ ખેડૂતોના (Farmers) ખાતામાં કિસાન સન્માન નિધિનો (Kisan Sanman Nidhi) 11મા હપ્તાની રકમ ટ્રાન્ફરસ (Transfer) કરી છે. પીએમ મોદીએ 10 કરોડ ખેડૂતોએ બટન દબાવીને 21 હજાર કરોડ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ દરમિયાન તેમણે લાભાર્થીઓ સાથે વાત પણ કરી હતી.
PM કિસાન સન્માન નિધિના 11મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોની રાહ પૂરી થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, 31 મે 2022 ના રોજ, DBT દ્વારા 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને તેમના બેંક ખાતામાં 21,000 કરોડ રૂપિયાથી વધુની સન્માન નિધિની રકમ ટ્રાન્સફર કરી છે.
‘ગરીબ કલ્યાણ સંમેલન’ દરમિયાન ટ્રાન્સફર કરાયેલી રકમ PM નરેન્દ્ર મોદીએ શિમલામાં આયોજિત ‘ગરીબ કલ્યાણ સંમેલન’ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિની રકમ ટ્રાન્સફર કરી છે. તે જ સમયે, ભંડોળના ટ્રાન્સફરની સાથે, પીએમ મોદીએ લાભાર્થી ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત પણ કરી.
‘ગરીબી કલ્યાણ સંમેલન’ શું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારના આઠ વર્ષ પૂરા થવાના અવસરે દેશભરના રાજ્યોની રાજધાનીઓ, જિલ્લા મુખ્યાલયો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં આ અનોખા જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કલ્યાણકારી કાર્યક્રમો અંગે લોકોના અભિપ્રાય લેવાના હેતુથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાનના સમાવેશ સાથે, રાજ્ય અને સ્થાનિક સ્તરના વિવિધ કાર્યક્રમોનો સમાવેશ કરીને સંમેલનને રાષ્ટ્રીય બનાવવામાં આવ્યું છે. કોન્ફરન્સ દરમિયાન, પ્રધાનમંત્રીએ ભારત સરકારના નવ મંત્રાલયો/વિભાગોના વિવિધ કાર્યક્રમોના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમજ આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, રાજ્ય મંત્રી, સંસદ સભ્ય, વિધાનસભાના સભ્ય અને અન્ય ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સમગ્ર દેશમાં પોતપોતાના સ્થળોએ જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો.
શું છે પીએમ કિસાન સન્માન નિધિ?
સમગ્ર દેશમાં ખેડૂતોની આર્થિક મદદ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિ આવી જ એક યોજના છે. આ અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં દર ચાર મહિનાના અંતરે 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.
દેશના ખેડૂતો આ યોજનાના 11મા હપ્તાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આજે ખેડૂતોની રાહનો અંત આવ્યો છે. તમને જણાવી દઈએ કે, જે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી, તે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો નહીં આવે.