Charchapatra

ભારતીય દંડ સંહિતા કલમ 124-A?

બ્રિટિશરોએ વિરોધીઓ સામે જે કાયદાનો ગુલામ ભારતવાસીઓ સામે ઉપયોગ કર્યો તે જ કાયદાનો લોકશાહીને વરેલા સ્વતંત્ર ભારતમાં આપણી દરેક સરકારો પોતાના જ નાગરિકો સામે છૂટથી ઉપયોગ કરતી રહી. આઝાદી પછી આ કાયદો રદ કરવાની માગણી થતી રહી. કનૈયાલાલ મુનશીએ વાણી સ્વાતંત્રને અભિવ્યકિતની આઝાદી ઉપર તરાપ મારતા આ કાયદાને લોકશાહી માટે ખતરારૂપ ગણાવ્યો હતો.

નહેરુએ પણ આઝાદ ભારતમાં રાજકીય અને ઐતિહાસિક સંદર્ભે આ કાયદો સુસંગત ન હોવાનો અભિપ્રાય આપ્યો હતો. પણ 1951માં બંધારણના પ્રથમ સુધારારૂપે તેમની જ સરકારે આ કાયદાની મૂળ જોગવાઇઓમાં વાણી સ્વાતંત્રતા ઉપર વાજબી અંકુશની જોગવાઇનો ઉમેરો કરીને એ કાયદાનો વ્યાપ ઉલટાનો વધાર્યો. રાજદ્રોહના આ કાયદાનો દુરુપયોગ લોકશાહીના હાર્દ ઉપર ઘા સમાન છે. અત્યારે તો સર્વોચ્ચ અદાલતે તેની ઉપર રોક લગાવી છે. હવે કેન્દ્ર સરકાર શું અંતિમ નિર્ણય કરે છે તે જોવાનું રસપ્રદ થઇ પડશે. ભારતીય દંડ સંહિતાની આ કલમ ‘124-A’નું શું થશે?
ગંગાધરા  -જમિયતરામ હ. શર્મા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top