Charchapatra

ચાર્જીંગ સ્ટેશન

પેટ્રોલ, ડીઝલના ભાવ હવે આમજનતાને પોષાય એમ નથી. મર્યાદિત આવક સામે ભાવ ઉછાળા હવે સહન થાય એમ નથી. તા. 18.5.22ના ગુ.મિત્રમાં મનપા દ્વારા પચ્ચીસ ફાસ્ટ ચાર્જીંગ સ્ટેશન ટૂંક સમયમાં શરૂ થશે. આથી ઇલે. વાહનોનું બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. જેમ ખરીદી વધશે તેમ કિંમત પણ ઘટશે. મનપાનું આયોજન ખરેખર આવકારદાયક છે. મનપાના તંત્રને નમ્ર વિનંતી કરવાની કે અગાઉથી ચાર્જ કરેલ બેટરી રીપ્લેસમેન્ટ કરવામાં આવે તો ચાલકોને કલાકો સુધી ચાર્જીંગ માટે રાહ જોવી ન પડે. આવા વાહન ચાલક પાસેથી સ્વૈચ્છિક ડીપોઝીટ લઇ જો આ સુવિધા પ્રાપ્ત થાય તો સુરતની જનતા હારતોરા લઇ તંત્રનું સ્વાગત કરવા તૈયાર જ છે.
સુરત     – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top