આણંદ : નડિયાદમાં બ્રહ્માકુમારીઝ પ્રભુશરણમ ઓડિટોરીય ખાતે પર્યાવરણ જાગૃતિના અભિયાનના ઉપલક્ષ્યમાં ચિંતક બેઠક મળી હતી. જેમાં પર્યાવરણના સુધારણમાં નોધપાત્ર મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી આવનાર દિવસોમાં ઉભી થનાર ગંભીર સમસ્યાઓના નિરાકરણ માટે સૌને જાગૃત કરી જુદા જુદા પ્રશ્નોને સાંકળી લઈ પ્રોજેક્ટ સ્લાઈડ શો દ્વારા સમજ આપી હતી. નડિયાદમાં બ્રહ્માકુમારીઝ પ્રભુશરણમ ઓડિટોરીય ખાતે વિવિધ સંસ્થાઓ, કલ્બ, સંગઠનો અને ધાર્મિક પ્રતિનિધિઓ સાથે પર્યાવરણ જાગૃતિના અભિયાનના ઉપલક્ષ્યમાં ચિંતક બેઠક મળી હતી.
જેમાં ફોરેસ્ટ ઓફિસર ડો. શશીકુમારે તેમના અનુભવ અને પર્યાવરણ માટેની માવજત કેવી રીતે થાય, ,આવનાર સંકટો ટાળી ન શકાય પણ હળવા કરી શકાયના ઉપાયો અને તેના માટેની જાગૃતિ કેવી રીતે લોકો સુધી પહોચાડવી તેની સુદંર રીતે છણાવટ કરીને સમજાવ્યું હતું. આ પ્રસંગે જળ એ જીવન છે તે અંગે મેહુલભાઈ પટેલે વિસ્તૃત માહિતી આંકડા સાથે આપી હતી. પાણીને લગતી નાની નાની વાતથી લઈને સરદાર સરોવર સાથે સાંકળી પાણીની મહત્તા અને તેની ઉપયોગીતા અંગે ઝીણવટભરી દસ્તાવાજી ચિત્રો તેમજ તારીખો માથે સૌ સમક્ષ રજુઆત કરી હતી. આ કાર્યક્રમમાં સંતરામમંદિરના સંત સત્યદાસજી મહારાજે તેમના અનુભવ અને તેમણે કરેલી કામગીરીની વિગત આપી હતી.
આ ઉપરાંત સૌને આ મુદ્દે ગંભીર થવા અને આવનાર પેઢી માટે સતર્કતા અને સજાગ થવા અપીલ કરી હતી. ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં થોડી હળવાશની પળો માટે સુરતથી આવેલા તૃપ્તિબેને મેટીટેશન થકી રીલેક્સ કર્યા હતા. બીજા તબ્બકામાં નીતિન ઉપાધ્યાય દ્વારા રજુ કરેલી ચર્ચા વિચારણામાં હાજર પ્રતિનિધિઓએ પોતાના અભિપ્રાય આપ્યા હતા. જેને આવકારીને તે તરફ ધ્યાન આપવામાં આવશે તેવી બાંહેધરી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા આપવામાં આવી હતી. આ બેઠકમાં સબઝોન સેન્ટર, નડિયાદના મુખ્ય સંચાલીકા પુર્ણિમા દીદી, સંતરામમંદિર નડિયાદના સંત સત્યદાસજી મહારાજ, આનંદ આશ્રમના સ્વામી મુદીતવદનાનંદજી, અંબાશ્રામના ગોપાલ મહારાજ અને ફોરેસ્ટ ઓફિસર શશીકુમાર હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન બિપીનભાઈ પટેલે કર્યું હતું. અંતે સંસ્થના સ્મિતાબેને પ્રતિજ્ઞાના લેવડાવીને પ્રભુપ્રસાદી લઈ સૌ છુટા
પડ્યા હતા.