National

સુરક્ષા હટાવી લેવાતા જ પંજાબમાં કોંગ્રેસ નેતા અને ગાયક મૂસેવાલાની ગોળી મારી હત્યા

ચંદીગઢ: પંજાબી ગાયક (Punjabi Singer) અને કોંગ્રેસ (Congress) નેતા સિદ્ધુ મૂસેવાલાની માનસા જિલ્લાના જવાહર ગામમાં રવિવારે ગોળી મારીને હત્યા (Murder) કરાઈ હતી. અહેવાલ મુજબ તેમને ઓછામાં ઓછી 10 વખત ગોળી (Shoot) મારવામાં આવી હતી અને માનસાના સિવિલ હોસ્પિટલમાં જ્યારે તેમને લઈ જવામાં આવ્યા તેમને મૃત જાહેર કરાયા હતાં. એક દિવસ પહેલાં શનિવારે જ પંજાબની ભગવંત માન સરકારે મૂસેવાલાની વીઆઈપી સુરક્ષા પાછી ખેંચી હતી. આમ આદમી પાર્ટી સરકારે રાજ્યમાં વીઆઈપી કલ્ચર સમાપ્ત કરવાની કવાયતમાં 424 વીઆઈપી હસ્તીઓની સુરક્ષા પાછી ખેંચી હતી.

શુભદીપ સિંહ સિદ્ધુ માનસા નજીક આવેલા મૂસેવાલા ગામના નિવાસી હતા તેમણે છેલ્લા અમુક વર્ષોમાં કેટલાંક સુપરહીટ ગીત ગાયા હતાં. મૂસેવાલાએ કોંગ્રેસની ટીકીટ પર માનસાથી ચૂંટણી લડી હતી તેમને આપના ઉમેદવારે હરાવ્યા હતાં.
મૂસેવાલા ગયા નવેમ્બરમાં કોંગ્રેસમાં જોડાયા ત્યારે તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસે તેમને માનસા વિધાનસભા બેઠકથી ટીકીટ આપી હતી તે સમયના ધારાસભ્ય નઝર સિંહ માનશાહિયાએ પક્ષ વિરૂદ્ધ બળવો કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ વિવાદિત ગાયકને ઉમેદવાર બનાવવાનો વિરોધ કરશે. ગયા મહિને સિદ્ધૂ મૂસેવાલાએ પોતાના નવા ગીત ‘બલિ કા બકરા’માં આપ અને તેના સમર્થકોને નિશાન બનાવતા વિવાદ ઉભો થયો હતો. ગાયકે કથિત રીતે પોતાના ગીતમાં આપ નેતાઓ અને સમર્થકોને ‘ગદ્દાર’ કહ્યા હતાં.

તમારાં બાળકોને ડોક્ટર, એન્જિનિયર બનાવવા હોય તો ‘આપ’ને અને જો ગુંડા બનાવવા હોય તો અન્યને સાથ આપો: કેજરીવાલ
આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે રવિવારે કુરુક્ષેત્ર ખાતે એક સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, ”જેઓ તેમનાં બાળકોને ડોક્ટર અને એન્જિનિયર બનાવવા માંગે છે તેઓએ આપને સમર્થન આપવું જોઈએ અને જેઓ તેમનાં બાળકોને ગુંડા, તોફાની અને બળાત્કારી બનાવવા માંગે છે તેઓએ આમ આદમી પાર્ટીના હરીફ પક્ષોને સાથ આપવો જોઈએ.”
19મી જૂને યોજાનારી શહેરી નગરપાલિકાની ચૂંટણી પહેલા હરિયાણામાં પ્રથમ રાજ્ય-સ્તરની બેઠકને સંબોધતાં દિલ્હીના મુખ્યમંત્રીએ આપના હરીફ પક્ષોમાંથી કોઈનું પણ નામ લીધા વિના આ સલાહ આપી હતી. દિલ્હી અને પંજાબમાં ભ્રષ્ટાચારનો અંત લાવવાનો અને રાષ્ટ્રીય રાજધાનીમાં શાળાઓ અને હોસ્પિટલોની સ્થિતિમાં સુધારો કરવાનો દાવો કરતાં કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, તેમની પાર્ટી હરિયાણામાં પણ તેની નકલ કરવા માંગે છે. કેજરીવાલે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ની આગેવાની હેઠળની મનોહરલાલ ખટ્ટર સરકાર પર સીધો પ્રહાર કરતાં કહ્યું હતું કે, ”હું તેમને કહેવા માંગું છું કે, જેઓ પોતાનાં બાળકોને એન્જિનિયર, ડોક્ટર અને વકીલ બનાવવા માંગે છે તેઓ અમારી સાથે આવે અને જેઓ તેમનાં બાળકોને ગુંડા, તોફાની અને બળાત્કારી બનાવવા ઇચ્છે છે તેઓ તેમની સાથે જાય.”

Most Popular

To Top